Translate

Tuesday, June 24, 2014

ઓનલાઈન ફ્રોડ: ગ્રાહકોને વધુમાં વધુ રૂ.10,000નું જોખમ

મુંબઈ : હવે કોઈ તમારા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડનો દુરુપયોગ કરે તો પરેશાન થવાની જરૂર નથી . તમારા ખાતામાંથી કોઈ રૂ .1 લાખની ઓનલાઇન ઉચાપત કરે તો પણ તમને મહત્તમ રૂ .10,000 નું નુકસાન થશે . બેન્ક રૂ .90,000 નું બેલન્સ જાળવી રાખશે . રિઝર્વ બેન્ક આવો નિયમ લાવવાનું વિચારી રહી છે , જેથી ગ્રાહકોને મોટા નુકસાનમાંથી બચાવી શકાય .

બેન્કોના અંગેનો સર્ક્યુલર જારી કરી દેવાયો છે . જોકે , મોટા ભાગની બેન્કોએ હજુ સુધી ઔપચારિક રીતે તેનો સ્વીકાર કર્યો નથી . બેન્કિંગના ધોરણો બાબતે રિઝર્વ બેન્કનો નિયમ આખરી હોય છે અને નવો નિયમ રિઝર્વ બેન્કની સબસિડિયરી બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા ( BCSBI) દ્વારા તૈયાર થઈ રહેલી સંહિતાનો એક ભાગ છે .

ઉલ્લેખનીય છે કે , બેન્કોને ઘણી વખત ગ્રાહકો તરફથી ઇન્ટરનેટ બેન્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદ મળતી હોય છે . જેમાં ગ્રાહકે બેન્કોને લાંબી લડત આપવી પડે છે અને પોતાની ભૂલ નહીં હોવાનું પુરવાર કરવું પડે છે .

પહેલી વખત નવી સંહિતામાં ઇન્ટરનેટ બેન્કિંગ સંબંધી બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનમાં ગ્રાહકની જવાબદારી મર્યાદિત કરવાની વાત છે . અહીં બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન એટલે જેને ખાતાધારકની મંજૂરી મળી હોય . BCSBI ના ચેરમેન સી મહાજને કહ્યું હતું કે , જે કિસ્સામાં ગ્રાહકે પાસવર્ડની માહિતી આપી હોય અથવા છેતરપિંડીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી હોય તો ટ્રાન્ઝેક્શનની જવાબદારી ગ્રાહકની રહેશે .

જોકે , ગેરરીતિમાં ગ્રાહકનું કોઈ યોગદાન હોય અને તેણે બિનઅધિકૃત ઉપાડ માટે બેન્કને જાણ કરી હોય તો તેની મહત્તમ જવાબદારી રૂ .10 , 000 પૂરતી મર્યાદિત રહેશે . ઉપરાંત , બેન્કને માહિતી આપ્યા પછી ખાતામાંથી થયેલા બિનસત્તાવાર ઉપાડની જવાબદારી ગ્રાહકની નહીં રહે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports