Translate

Monday, June 23, 2014

હવે કેન્દ્રીય બજેટ પર બજારના તમામની નજર

આગામી જુલાઈ માસના બીજા સપ્તાહમાં મોદી સરકાર નાણાકીય વર્ષ 201 4-15 માટે તેમનું બજેટ રજૂ કરશે . સરકાર બજેટમાં કયાં નવાં પગલાં જાહેર કરવાની છે તેની બજારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે .

મોદી સરકારે તેમના આર્થિક દૃષ્ટિકોણની ચર્ચા કરેલી છે . હવે તેઓ તેમની આર્થિક દૃષ્ટિને કેવી રીતે અમલમાં મૂકે છે તે આપણે જોવાનું છે . પ્રથમ બજેટનો ભાગ બનવાની પૂરી શક્યતા છે એવા કેટલાંક પગલાંનો અહીં ઉલ્લેખ કર્યો છે :

GST અને DTC એવો સૌથી મહત્ત્વનો સુધારો છે કે જેનો બજેટમાં અમલ થવો જરૂરી છે . કરવેરાનો વ્યાપ વધારવા અને વેરાકીય વહીવટની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો એક લાંબી સમયથી પડી રહેલો સુધારો છે . રાજ્યોના નાણાપ્રધાનો સાથે તેની રચના અને તેના અમલના કારણે રાજ્ય સરકારોને આવકમાં જે નુકસાન થાય તેને લગતા વળતર અંગે સર્વસંમતિ ઊભી કરવા ચર્ચા આગળ વધી રહી છે .

ખાદ્ય સબસિડીમાં મોટા ફેરફારની જરૂર

માલનો ભરાવો તથા વ્યયને ઘટાડવા વાર્ષિક લઘુતમ ટેકાના ભાવનો વધારો મર્યાદિત બનાવો અને આવકના ટેકાવાળી વ્યવસ્થા લાવો . સરકાર હજુ પણ યુરિયામાં 80 ટકા સબસિડી આપે છે , જ્યારે અન્ય ખાતરોના ભાવને અંકુશમુક્ત કર્યા છે . રાજકોષીય બોજને હળવો કરવા અને જમીનને ફળદ્રુપ બનાવવા માટે તેની ઉપયોગિતાને ધ્યાનમાં લેતા યુરિયાના ભાવમાં તબક્કાવાર વધારો કરવાની જરૂર છે .

સબસિડીઝની સીધી કેશ ટ્રાન્સફર

વિતરણમાં રહેલી ઊણપોને ઓછી કરવા અને સિસ્ટમનાં છીંડાંને પૂરવામાં ખૂબ મદદ કરશે .

ડિસઇન્વેસ્ટમેન્ટને લગતાં પગલાં

સરકાર સમગ્ર પીએસયુ સમૂહને કોર અને નોન - કોર સેક્ટર્સમાં વિભાજિત કરી શકે છે . નોન - કોર સેક્ટર્સમાં રહેલી કંપનીઓને વેચી શકાય . જ્યારે કોર પીએસયુ કંપનીઓને કામગીરી અને નફા માટે સમય આધારિત લક્ષ્યાંકો આપવા જોઈએ .

ઈંધણ પરની સબસિડીને તાર્કિક બનાવો

એલપીજી સિલિન્ડર્સની સંખ્યા પરની મર્યાદા ઘટાડવાની સાથે એકસાથે ભાવ વધારીને ડીઝલના ભાવોને અંકુશમુક્ત કરવાનું વિચારી શકાય . હવે એલપીજી સિલિન્ડર્સના ભાવ વધારવાથી ભારતના મધ્યવર્ગના લોકો નારાજ થશે . વડાપ્રધાને સારા પરિણામ માટે કઠોર પગલાં લેવાનો સંકેત આપી દીધો છે . લોકોની પ્રશંસા મેળવવા નાણાપ્રધાન આવકવેરાના સ્લેબ્સમાં વધારો કરી શકે છે અને અન્ય વસ્તુઓની કિંમત વધારવાના ઝાટકાને હળવો બનાવી શકે છે .

ભારતીય શેરબજારો

નિફ્ટી છેલ્લા થોડાક દિવસથી 7,500 અને 7,700 ના સ્તરો વચ્ચે કોન્સોલિડેટ થઈ રહ્યો છે . મને લાગે છે કે પૂરતી સંખ્યામાં ટ્રેડરો નિફ્ટી ઇન્ડેર્સ પર શોર્ટ પોઝિશન્સ બનાવે તો બજાર ડેરિવેટિવ્ઝ એક્સ્પાયરીમાં 7,700 થી આગળ 8,000 તરફ આગળ વધીને તેમને આશ્ચર્ય આપી શકે છે .

તેથી મારી સલાહ છે કે હજુ થોડો સમય મોટી બહુ શોર્ટ પોઝિશન્સ બનાવશો નહીં . હું માનું છું કે જુલાઈ લોંગ પોઝિશન્સમાં નફો બુક કરવા અને શોર્ટ્સ વેચવાની તક આપે એવી શક્યતા છે . પરંતુ જો બજાર 7,480 ના સ્તરની નીચે બંધ આપશે તો અમે નીચે 7,250 ની સપાટી જોઈ રહ્યા છીએ . બધું શોર્ટ ટર્મ ટ્રેડરો માટે છે .

રોકાણકારોએ તો દરેક ઘટાડે લાર્જ - કેપ શેરોને ખરીદતા રહેવું જોઈએ અને પાંચ વર્ષનો દૃષ્ટિકોણ રાખીને પોર્ટફોલિયો બનાવવો જોઈએ . આપણે લાંબા ગાળાના માળખાકીય તેજીના બજારમાં છીએ અને આપણે અત્યારે કલ્પના કરી શકીએ છીએ તેનાથી પણ ખૂબ ઊંચા સ્તરો જોવા મળી શકે છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports