Translate

Tuesday, July 22, 2014

ઇન્ડિયાબુલ્સે હેનોવર સ્ક્વેર રૂ.1,550 કરોડમાં ખરીદ્યું

રિયલ્ટી ડેવલપર ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટે લંડનના મેફેર વિસ્તારમાં સીમાચિહ્નરૂપ બિલ્ડિંગ 22 હેનોવર સ્ક્વેર રૂ .1,550 કરોડમાં ખરીદી લીધું છે . સ્કોટિશ વિન્ડોઝ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપના ઓક્શનમાં ઇન્ડિયાબુલ્સે 87,444 ચોરસ ફૂટની પ્રોપર્ટી હસ્તગત કરી છે . સ્કોટિશ વિન્ડોઝ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ હવે એબરડીન એસેટ મેનેજમેન્ટનો ભાગ છે .

ઇન્ડિયાબુલ્સ સોદા માટેનું ભંડોળ આંતરિક સંસાધનો દ્વારા એકત્ર કરશે . કંપની બે વર્ષ પછી પ્રોપર્ટીને રિડેવલપ કરવાની યોજના ધરાવે છે અને વિવિધ મુદ્દે મંજૂરી મળે ત્યાં સુધી તે બિલ્ડિંગને આવક આપતી એસેટ તરીકે જાળવી રાખશે .

પ્રોપર્ટીનું લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં રૂપાંતર કરાશે એવી ધારણા છે . હાલમાં સમગ્ર પ્રોપર્ટી વૈશ્વિક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલને ભાડે આપવામાં આવી છે અને બિલ્ડિંગની લીઝની મુદત 2017 સુધી છે .

ઉલ્લેખનીય છે કે , એપ્રિલમાં લંડનના વિખ્યાત બિલ્ડિંગને H 2 SO દ્વારા વેચવાનો નિર્ણય લેવાયો હતો . તાજેતરમાં H 2 SO કોલિયર્સ ઇન્ટરનેશનલનો ભાગ બન્યું છે . તેણે સ્કોટિશ વિન્ડોઝ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપને સોદા અંગે સલાહ આપી હતી . ઇન્ડિયાબુલ્સ ગ્રૂપના ચેરમેન સમીર ગેહલોતે સોદાને સમર્થન આપ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે , “ ઇન્ડિયાબુલ્સ ગ્રૂપ રૂ .18,000 કરોડની મૂડીનું સંચાલન કરે છે અને ગયા વર્ષે તેણે કરવેરા પછી રૂ .1,800 કરોડનો નફો કર્યો હતો . અમે હવે રોકાણના વૈવિધ્યીકરણ તેમજ નફાને વિશ્વના જુદા જુદા ભાગોમાં રોકવાનું વિચારી રહ્યા છીએ . લંડન ઘણું સુરક્ષિત રોકાણ છે .

ડેવલપર લોધા જૂથે સેન્ટ્રલ લંડનમાં મેક્ ડોનાલ્ડ હાઉસ સહિત બે પ્રોપર્ટી ખરીદ્યા પછી સાત મહિનામાં ત્રીજો સોદો છે . ગેહલોતે જણાવ્યું હતું કે , “ છેલ્લાં કેટલાંક વર્ષોમાં લંડને પરિપક્વ રિયલ્ટી માર્કેટ હોવાનો સંકેત આપ્યો છે . 2008 ની કટોકટી સહિત વૈશ્વિક અર્થતંત્રની ચઢ - ઊતરમાં અહીં ભાવ સ્થિર રહ્યા છે . એટલે એશિયા , યુરોપ અને અમેરિકાના રોકાણકારો લંડનમાં રોકાણ કરવા આકર્ષાય છે . કારણથી તે વાજબી રોકાણ ઉપરાંત , સારું હેજિંગ પણ પૂરું પાડે છે .

ઇન્ડિયાબુલ્સે ખરીદેલી જાણીતી પ્રોપર્ટી બોન્ડ સ્ટ્રીટની નજીક મેફેરના મોકાના સ્થળે આવેલી છે . 2018 માં બોન્ડ સ્ટ્રીટ ક્રોસરેલ સ્ટેશનના પ્રારંભ પછી હેનોવર સ્ક્વેરનો સમાવેશ લંડનના ઉત્તમ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં થશે . ફ્રી - હોલ્ડ ટાઇટલ અને ઉત્કૃષ્ટ લોકેશનને કારણે ઓક્શનમાં ભારે રસ જોવા મળ્યો હતો . પ્રથમ તબક્કાના બિડિંગ પછી આખરી તબક્કામાં ભાગ લેવા કુલ ચાર પક્ષની પસંદગી કરાઈ હતી .

બોન્ડ સ્ટ્રીટ સ્ટેશનનું એક પ્રવેશ દ્વારા હેનોવર સ્ક્વેરના ઉત્તર - પશ્વિમ ભાગમાં રહેશે , જે બિલ્ડિંગથી માત્ર ૫૦ મીટર દૂર છે . ઉલ્લેખનીય છે કે , લંડનની પ્રોપર્ટીના ખરીદદારોમાં ભારતીય ધનકુબેરો મોખરે રહ્યા છે અને હવે ભારતીય ડેવલપર્સ પણ ત્યાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports