Translate

Friday, July 18, 2014

MH17થી 25 કિલોમીટર જ દૂર હતી Air Indiaની ફ્લાઈટ

MH17થી 25 કિલોમીટર જ દૂર હતી Air Indiaની ફ્લાઈટ(તસવીરઃ દુનિયાભરની ફ્લાઇટ્સને real time ટ્રેક કરતી વેબસાઇટ flightradar24 દ્વારા એર ઇન્ડિયાની ફ્લાઇટ મલેશિયન એરલાઇન્સથી નજીક જ હતી એ તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મુકી હતી. જેમાં તોડી પડાયેલા એમએચ17 વિમાનની નજીક ઉડી રહેલા ભારતીય વિમાન અને સિંગાપોર એરલાઈન્સના વિમાનને જોઈ શકાય છે)
 
કિવ, યુક્રેન: આમ્સ્ટર્ડેમથી કુઆલાલુમ્પુર જઈ રહેલા મલેશિયન વિમાન મલેશિયન વિમાન એમએએચ 17ને યુક્રેનના વિદ્રોહી વિસ્તારના આકાશમાં તોડી પાડવાની ઘટનાએ દુનિયા આખીમાં હોબાળો મચાવી દીધો છે. ગુરૂવારે બનેલી આ ઘટનાની તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે મલેશિયન વિમાનને જ્યારે તોડી પાડવામાં આવ્યું ત્યારે  Air Indiaની ફ્લાઇટ  AI113 (B787) અને Singapore Airlinesની ફ્લાઇટ SQ351 (B777) માત્ર 25 કિલોમીટરના અંતરે જેટલી જ ઉડી રહી હતી. આટલું જ નહીં, એવા અહેવાલો પણ મળી રહ્યાં છે કે બ્રિક્સ સંમેલનથી પરત ફરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઈટ એર ઈન્ડિયા 001 પણ એજ રૂટ પર હતી જેના પર MH17 તોડી પાડવામાં આવ્યું હતું.

જોકે, જ્યારે આ દુર્ઘટના બની તે સમયે કોઈ પણ ભારતી વિમાન ક્રેસ સાઈટ નજીક ન હોવાનું સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ જણાવ્યું છે. પ્રેસ ઈન્ફોર્મેનશ બ્યૂરોએ સિવિલ એવિએશન મિનિસ્ટ્રીને ટાંકીને આ વાત જણાવી છે. મિનિસ્ટ્રીએ એવો ખુલાસો પણ કર્યો છે કે આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલાઓમાં કોઈ પણ ભારતીયનો સમાવેશ નથી થતો. મહત્વપૂર્ણ છે કે આ પહેલા એવા અહેવાલો મળ્યા હતાં કે વિમાનમાં માર્યા ગયેલા મુસાફરોમાં એક ભારતીયનો પણ સમાવેશ થતો હતો.

સિવિલ પ્લેનને તોડી પાડવાની આ ઘટના બાદ એર ઈન્ડિયા અને જેટએરવેઝએ ગૃહયુદ્ધમાં ફસાયેલા યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ટાળવાનું નક્કી કર્યું છે. એર ઈન્ડિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર એરલાયન્સ દ્વારા ઈન્ટનેશનલ એડવાઈઝરીનો અલમ કરવામાં આવશે જેમાં 'યુક્રેન જેવ 'કોન્ફ્લિક્ટ ઝોન'ની હવાઈ સીમાનો ઉપયોગ ટાળવાનો' નિર્દેશ અપાયો છે. બીજી બાજુ, સિંગાપોર એરલાયન્સ(SIA)એ શુક્રવાર સવારે પોતાના ફેસબૂક પેજ પર યુક્રેનિયન એરસ્પેસનો ઉપયોગ નહીં કરવાની જાહેર કરી છે. SIAએ લખ્યું છે કે 'ગ્રાહકોને જાણ થાય કે સિંગાપોર એરલાયન્સ યુક્રેનિયન એરસ્પેસનો ઉપયોગ નથી કરી રહી.'

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુરોપ જતી ફ્લાઈટ માટે યુક્રેનની હવાઈ સીમા મહત્વની બની રહે છે. જોકે, મલેશિયન વિમાનને તોડી પાડવાની ઘટના બાદ યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ કરવો કે કેમ? એ આંતરરાષ્ટ્રીય એરલાયન્સ માટે એક પ્રાણ પ્રશ્ન બની ગયો છે. આ દરમિયાન આ ઘટના અંગે રશિયન પ્રમુખ બ્લાદિમીર પુતિને દુઃખ વ્યક્ત કર્યું છે. જોકે, પુતિને આ ઘટના પાછળ યુક્રેનને જવાબદાર ગણાવ્યું છે.

આગળની સ્લાઈડમાં વિસ્તારથી વાંચો... મોદી પણ પસાર થવાના હતા આ જ રૂટ પરથી...
 એક પ્રમુખ ભારતીય અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર મલેશિયન બોઈંગ 777, રશિયન બોર્ડરથી 40 કિમી દૂર તોરેજ શહેરમાં બપોરે 01:20 મિનીટએ (ગ્રિનવિચ મીન ટાઈમ) રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. જે રૂટ પરથી આ વિમાન ગાયબ થયું એ જ રૂટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પસાર થવાનું હતું. મોદીની ફ્લાઈટ એર ઈન્ડિયા 001 ફ્રેન્કફર્ટથી સવારે 11:22 મિનીટે ઉડાણે ભરી હતી. ફ્રેન્કફર્ટથી હવાઈ રસ્તે દોનેસ્ક પહોંચતા સિવિલ એવિએશન ફ્લાઈટને 3 કલાકનો સમય લાગે છે.

ઓળખાણ જાહેર ન કરવાની શરતે એક વિમાન અધિકારીએ જણાવ્યું કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને કોઈ ખતરો નહોતો. જોકે, આ જ હવાઈ સીમામાંથી તેમનું વિમાન પસાર થવાનું હતું.' જેનો સ્પષ્ટ મતલબ એવો થાય છે કે મોદીના વિમાને સુરક્ષિત રૂટ લીધો હશે.
 
અધિકારીએ વધુમાં ઉમેર્યું કે 'મોદીના વિમાનને કોઈ ખતરો નહોતો. પણ પાયલટે નક્કી કર્યું હશે કે તેને રશિયા પરથી જવું છે કે બ્લેક સી પરથી ઉડાણ ભરવી છે.' યુરોપની બધી જ ફ્લાઈ ઈન રીજન અને સિમ્ફરપોલ ફ્લાઈટ ઈન્ફોર્મેશન રીજનમાં સમાવેશ થાય છે. 3 એપ્રિલે યુરોપિયન એવિએશન સેફ્ટિ એજન્સીઝે એક સેફ્ટી બુલેટિનમાં સિમ્ફરપોલ એરસ્પેસમાં વિમાનની ઉડાણ ભરવાની સલાહ આપી હતી. સુરક્ષા કારણોસર આ જાહેરાત કરાઈ હતી. જેને કારણે બધી જ ફ્લાઈટ્સ યુર્કેન ફ્લાઈટ ઈન્ફોર્મેશન રીજનનો ઉપયોગ કરે છે. આ જ રીજન પરથી મોદીના વિમાનને પણ પસાર થવાનું હતું.યુક્રેનમાં ગુરુવારે રાત્રે મલેશિયાના એક યાત્રી વિમાન ઉપર મિસાઇલ હુમલો થયો. તેમાં ૮૦ બાળકો સહિ‌ત 298 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ માર્યા ગયા. યુક્રેનના ગૃહપ્રધાને દાવો કર્યો છે કે હુમલો રશિયા સમર્થિ‌ત વિદ્રોહીઓએ કર્યો છે. હુમલાથી મલેશિયા, રશિયા અને યુક્રેન સહિ‌ત અનેક દેશોમાં રાજકીય ભૂકંપ મચી જવા પામ્યો છે. અત્રે નોંધનીય છે કે મલેશિયાના અન્ય એક પ્રવાસી વિમાન MH370 બાબતે હજુ કોઇ માહિતી મળી નથી.
 
આ પહેલી એવી ઘટના છે જ્યારે આતંકવાદીઓ અથવા વિદ્રોહીઓએ કોઇ યાત્રી વિમાનને નિશાન બનાવ્યું છે. મલેશિયાનું આ વિમાન એમ્સ્ટર્ડમથી કુઆલાલુમ્પુર જઇ રહ્યું હતું. રશિયાની સરહદમાં પ્રવેશતા પહેલા તેની ઉપર મિસાઇલ હુમલો થયો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર વિમાનમાં અમેરિકાના ૨૩, નેધરલેન્ડ્સના ૨૦થી ૩૦, બ્રિટનના ૧૦, ફ્રાન્સના ૪ મુસાફરો સહિ‌ત ૮થી ૧૦ દેશોના નાગરિકો સવાર હતા.

મલેશિયન એરલાઇન્સે ટ્વિટર ઉપર આ ઘટનાની પૃષ્ટી કરતાં જણાવ્યું હતું કે,'મલેશિયન એરલાઇન્સે એમએચ૧૭ વિમાનનો સંપર્ક ગુમાવી દીધો છે. તે છેલ્લે યુક્રેનની હવાઇ સીમામાં જોવા મળ્યું હતું. મલેશિયાના સ્ટાર ન્યૂઝ પેપરના અહેવાલ અનુસાર વિમાન ૩૦,૦૦૦ ફૂટની ઉંચાઇએ ઊડી રહ્યું હતુ ત્યારે તેને વિદ્રોહીઓએ જમીન ઉપરથી હવામાં હુમલો કરતી મિસાઇલ વડે તોડી પાડયું હતું.

યુક્રેનના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે આ ઘટનામાં ૨૯પ લોકોના મોત નીપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે ચાર મહિ‌ના પહેલા ૮મી માર્ચે કુલાલામ્પુરથી ઉડાન ભરીને બેઇજિંગ જઇ રહેલુ મલેશિયન એરલાઇન્સનુ એમ એચ ૩૭૦ વિમાન પ ભારતીયો સહિ‌ત ૨૩૯ મુસાફરો સાથે હિંદ મહાસાગરમાં ગાયબ થઇ ગયુ હતું. આ વિમાનનો હજુ સુધી કોઇ અતો-પતો મળ્યો નથી.

આ રીતે સર્જા‍ઇ દુર્ઘટના

વિમાન એમએચ -૧૭ પૂર્વ યૂક્રેનના વિસ્તારમાં ૩૩ હજાર ફૂટની ઉંચાઇએ હતું. મોસ્કો સમય મુજબ વિમાન ગુરુવારે સાંજે પ.૨૦ કલાકે રશિયામાં દાખલ થવાનું હતું.રશિયાની સીમામાં પ્રવેશે તેના ૬૦ કિ.મી. પહેલાં જ વિમાન પર જમીન પરથી મિસાઇલ છોડીને હુમલો થઇ ગયો. ઘટના યુક્રેનના દોનેત્સક વિસ્તારની છે. આ દુર્ઘટનામાં ૮૦ બાળકો પણ માર્યા ગયા હતા.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
02:20 Fed's Hammack speech 2
03:00 Fed's Kashkari speech 2
04:31 RICS Housing Price Balance 1 2% 8% 11%
06:30 Consumer Inflation Expectations 2 4.2% 3.6%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 2 223K 219K
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Continuing Jobless Claims 1 1.880M 1.903M
18:00 Building Permits (MoM) 1 -0.8% -3.2%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener