Translate

Saturday, July 12, 2014

નરેન્દ્ર મોદી માટે અમેરિકામાં એક લાખ લોકોને સમાવી શકે એવા સ્ટેડિયમની શોધ

અમેરિકન પ્રેસિડન્ટના દૂતે પર્સનલી મળીને આપ્યું નિમંત્રણ : સપ્ટેમ્બર મહિનાના અંતમાં જશે

અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા આવવા માટે આમંત્રણ આપ્યું હતું. અમેરિકાના ડેપ્યુટી વિદેશપ્રધાન વિલિયમ બર્ન્સે આ ઔપચારિક આમંત્રણપત્ર નરેન્દ્ર મોદીને સોંપ્યો હતો. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ માટેની તારીખો નક્કી કરશે. બીજી તરફ અમેરિકાની મુલાકાતે આવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ અમેરિકામાં થઈ રહી છે અને આ માટે ૧ લાખ લોકો ઉપસ્થિત રહી શકે એવા સ્ટેડિયમની શોધ જારી છે.

૨૦૦૨માં ગુજરાતમાં કોમી રમખાણો થયાં હતાં એના પગલે ૨૦૦૫માં અમેરિકાએ નરેન્દ્ર મોદીના વીઝા નકારી દીધા હતા. મોદીએ અમેરિકાના વીઝા માગ્યા નહોતા. જોકે લોકસભાની ચંૂટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ મે મહિનામાં બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં હતાં. ગઈ કાલે તેમના દૂતે સામેથી આવીને આમંત્રણ આપ્યું હતું.

ભારત સાથે રાજદ્વારી સંબંધો વધુ બહેતર બનાવવાના ઉદ્દેશથી બે દિવસની ભારતની મુલાકાતે આવેલા વિલિયમ બર્ન્સે ગઈ કાલે નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. તેમણે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘એકવીસમી સદીમાં ભારત અને અમેરિકાના સંબંધો ઑર મજબૂત બનાવવા માટે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આમંત્રણ માટે તેમણે બરાક ઓબામાના ધન્યવાદ માન્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની યાત્રાથી આ બે દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ અને ઊર્જા મળી રહેશે. બે દેશોએ સાથે મળીને આગળ વધવા માટે આ એક મહત્વપૂર્ણ મોકો હશે.’

અમેરિકામાં ભારતીયોનાં અનેક સંગઠનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે તત્પર છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ BJPના પ્રેસિડન્ટ ચંદ્રકાંત પટેલે કહ્યું હતું કે ૨૮ સપ્ટેમ્બરે એક ભવ્ય રિસેપ્શન રાખવામાં આવશે જેમાં આશરે એક લાખ લોકો ઉપસ્થિત રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ન્યુ યૉર્ક અને ન્યુ જર્સીમાં આવશે એટલે તેમના સ્વાગત માટે પણ તૈયારી થઈ રહી છે. જોકે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા માટે ન્યુ યૉર્કમાં ૬૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું યાન્કી સ્ટેડિયમ અને ન્યુ જર્સીનું ૮૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતું જાયન્ટ્સ સ્ટેડિયમ અગાઉથી બુક છે.

નરેન્દ્ર મોદી પ્રભાવશાળી છે : વિલિયમ બર્ન્સ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં વિલિયમ બર્ન્સે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ઘણી શાનદાર રહી. તેઓ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. અમેરિકાએ તેમને વીઝા નકારી દીધા હતા એ વાતનો તેમણે ઉલ્લેખ પણ કર્યો નહીં અને તેમણે માત્ર ભવિષ્યની વાત કરી.’

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports