Translate

Friday, July 18, 2014

માઈક્રોસોફ્ટ 18,000ની છટણી કરશે

માઈક્રોસોફ્ટના ભારતીય મૂળના સીઇઓ સત્યા નાડેલાએ આગામી એક વર્ષમાં 18,000 લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે . કંપનીના 39 વર્ષના ઇતિહાસમાં આટલા મોટા પાયે છટણી પહેલીવાર કરવામાં આવશે . પરંતુ તેનાથી ભારતીય કામગીરીને બહુ ઓછી અસર થશે . કંપનીએ તાજેતરમાં નોકિયાનો બિઝનેસ ખરીદ્યો છે અને પોતાના ખર્ચને ઘટાડવા માંગે છે . તેના ભાગરૂપે કર્મચારીઓની છટણી કરાશે .

માઈક્રોસોફ્ટ આગામી ચાર ક્વાર્ટરમાં 1.6 અબજ ડોલરની ટેક્સ પૂર્વેના ચાર્જિસની અપેક્ષા રાખે છે . તેમાં 80 કરોડ ડોલર નોકરી છોડતા કર્મચારીઓને આપવા પડશે તથા 35 થી 80 કરોડ ડોલરનો ચાર્જ અન્ય એસેટને લગતો હશે .

નાડેલાએ પાંચ મહિના અગાઉ કંપનીની જવાબદારી સંભાળી ત્યાર બાદ પહેલી વખત છટણી કરવામાં આવી રહી છે . જે 18,000 કર્મચારીને છૂટા કરવાના છે તેમાંથી 12,500 લોકોને નોકિયા ડિવાઇસ અને સર્વિસિસ બિઝનેસના વ્યૂહાત્મક એલાઇનમેન્ટના ભાગરૂપે છૂટા કરાશે .

જૂન 2015 સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે . નાડેલાએ જાહેરાત કરતાં કહ્યું હતું કે કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય મુશ્કેલ હોવા છતાં આવશ્યક છે . મોટા ભાગના કર્મચારીઓને નોકરી છોડવા અંગે મહિનાની અંદર જણાવી દેવાશે . માઈક્રોસોફ્ટ ભારતમાં લગભગ 6,500 કર્મચારી ધરાવે છે જેમાં નોકિયાના કર્મચારીઓ પણ સામેલ છે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
21:30 BoE's Lombardelli speech 2
22:30 3-Year Note Auction 1 3.784% 3.908%
23:30 Fed's Daly speech 2
23:30 Fed's Goolsbee speech 2
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 -1.057M 6.037M
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.75%
07:30 RBNZ Monetary Policy Statement 3
15:00 FPC Statement 1
15:00 FPC Meeting Minutes 1
16:30 MBA Mortgage Applications 1 -1.6%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener