Translate

Wednesday, July 9, 2014

જાણો, દેશના કયા નાણાં મંત્રીએ તમને શું આપ્યું અને શું લઇ લીધું


(ફાઇલ ફોટો :  નાણાંમંત્રી અરૂણ જેટલી)

નવી દિલ્હી. દેશને ચલાવવાની જવાબદારી ભલે વડાપ્રધાનની હોય છે પરંતુ દેશનું અર્થતંત્ર નાણાં મંત્રીના હાથમાં હોય છે. નાણાં મંત્રી બજેટના માધ્યમથી લોકોને ઘણી બધી સુવિધાઓ આપે છે અને સાથો સાથ ટેક્સ બોજ પણ નાંખે છે. બજેટ 2014-15 રજૂ થવા જઇ રહ્યું છે તેના એક દિવસ અગાઉ અમે તમને જણાવીએ દેશને અત્યાર સુધી મળેલા 23 નાણાંમંત્રી અંગે અને તેમને કયા સમયે કારભાર સંભાળ્યો તે જણાવીશું. સાથોસાથ ભારતમાં અત્યાર સુધી જે પણ નાણાં મંત્રી રહ્યા, તેમણે લોકોના હિતમાં ઘણી સારી યોજનાઓ કરી. કેટલીક જાહેરાતો એવી પણ કરી જેનાથી લોકોના ખિસ્સાં પર ઘણી અસર પડી.

1947થી અત્યાર સુધીના નાણાં મંત્રીની યાદી
 
ક્રમ નાણાં મંત્રી સમય ગાળો
પહેલાં આર.કે.સન્નમુખમ ચેટ્ટી 15મી ઑગસ્ટ થી 1949
બીજા જ્હોન મથાઇ 1949 થી 1950
ત્રીજા સી.ડી.દેશમુખ 1950 થી 1957
ચોથા ટી.ટી.કૃષ્ણમાચારી 1957 થી 13મી ફેબ્રુઆરી 1958
વડાપ્રધાને સંભાળ્યો ફાઇનાન્સનો પોર્ટફોલિયો પંડિત જવાહરલાલ નહેરુ 13મી ફેબ્રુઆરી 1958 થી 13મી માર્ચ 1958
પાંચમા મોરારજી દેસાઇ 13મી માર્ચ 1958 થી 29મી ઓગસ્ટ 1963
બીજી વખત ટી.ટીકૃષ્ણામાચારી 29મી ઓગસ્ટ 1963 થી 1965
છઠ્ઠા સચિન્દ્ર ચૌદશુરી 1965 થી 13મી માર્ચ 1967
  મોરારજી દેસાઇ 13મી માર્ચ 1967 થી 16મી જૂલાઇ 1969
વડાપ્રધાન પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો ઇન્દિરા ગાંધી 1970 થી 1971
સાતમા યશવંતરાય બળવંતરાય ચૌહાણ 1971 થી 1975
આઠમા ચિદમ્બરમ સુબ્રમણ્યમ 1975 થી 1977
નવમા હરિભાઇ એમ.પટેલ 24મી માર્ચ 1977 થી 24મી જાન્યુઆરી 1979
દસમા ચરણ સિંહ 24મી જાન્યુઆરી 1979 થી 28મી જૂલાઇ 1979
11મા હેમવતી નંદન બહુગુણા 28મી જૂલાઇ 1979 થી 14મી જાન્યુઆરી 1980
12મા આર.વેંકટરમન 14મી જાન્યુઆરી 1980 થી 15મી જાન્યુઆરી 1982
13મા પ્રણવ મુખર્જી 15મી જાન્યુઆરી 1982 થી 31મી ડિસેમ્બર 1984
14મા વિશ્વનાથ પ્રતાપ સિંહ 31મી ડિસેમ્બર 1984 થી 24મી જાન્યુઆરી 1987
વડાપ્રધાન પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો રાજીવ ગાંધી 24મી જાન્યુઆરી 1987 થી 25મી જૂલાઇ 1987
15મા નારાયણ દત્ત તિવારી 25મી જૂલાઇ 1987 થી 25મી જૂન 1988
16મા શંકરરાવ ચૌહાણ 25મી જૂન 1988 થી 2જી ડિસેમ્બર 1989
17મા મધુ દંડવતે બીજી ડિસેમ્બર 1989 થી 10મી નવેમ્બર 1990
18મા યશવંત સિન્હા 10મી નવેમ્બર 1990 થી 21મી જૂન 1991
19મા ડૉ.મનમોહન સિંહ 21મી જૂન 1991 થી 16મી મે 1996
20મા યશવંત સિન્હા 16મી મે 1996 થી 1લી જૂન 1996
21મા પી.ચિદમ્બરમ 1 જૂન 1996 થી 21મી એપ્રિલ 1997
વડાપ્રધાન પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો ઇન્દ્રકુમાર ગુજરાલ 21મી એપ્રિલ 1997 થી 1લી મે 1997
બીજી વખત પી.ચિદમ્બરમ 1મે 1997 થી 19મી માર્ચ 1998
(બીજીવખત) યશવંત સિન્હા 19મી માર્ચ 1998 થી 1 જૂલાઇ 2002
22મા જશવંત સિંહ 1 જૂલાઇ 2002 થી 22મી મે 2004 (16મી મે 1996 થી જૂન 1996 )
ત્રીજી વખત પી.ચિદમ્બરમ 22મી મે 2004 થી 30મી નવેમ્બર 2008
વડાપ્રધાન પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો ડૉ.મનમોહન સિંહ 30મી નવેમ્બર 2008 થી 24મી જાન્યુઆરી 2009
  પ્રણવ મુખર્જી 24મી જાન્યુઆરી 2009 થી 26મી જૂન 2012
વડાપ્રધાન પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો ડૉ.મનમોહન સિંહ 26મી જૂન 2012 થી 31મી જૂલાઇ 2012
ચોથી વખત પી.ચિદમ્બરમ 31મી જૂલાઇ 2012 થી 16મી જૂલાઇ 2014
23મા અરૂણ જેટલી જૂલાઇ 2014
     

 
1957મા તત્કાલીન નાણાં મંત્રી ટી ટી કૃષ્ણાચારી એ 15 મે 1957ના રોજ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીને 400 ટકા સુધી વધારી દેવામાં આવી હતી.

 

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports