Translate

Monday, July 14, 2014

મોદી કેમ ગયા બ્રાઝિલ, જાણો બ્રિક્સ દેશો સાથે સંકળાયેલી સાત મહત્વની વાતો

http://i7.dainikbhaskar.com/thumbnail/655x588/web2images/www.divyabhaskar.co.in/2014/07/14/9709_bricss.jpg
(બ્રિક્સ શિખર સંમેલન 2014ની પ્રતીકાત્મક તસવીર)
 
ફોર્ટલેઝાઃ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સંયુક્ત ફોરમ એટલે બ્રિક્સ (BRICS). બ્રિક્સની જ વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી બ્રાઝિલ ગયા છે.
 
બ્રિક્સ અંગે સાત મહત્વની વાતો અહીંયા રજૂ કરવામાં આવી છેઃ
 
- બ્રિક્સનો આઇડિયા સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સના ચેરમેન જિમ ઓ નીલને 2001માં આવ્યો હતો.

- ડિસેમ્બર 2010 અગાઉ આ જૂથમાં દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થયો ન હતો, ત્યારે આ સમૂહને 'બ્રિક'ના નામે જાણવામાં આવતું હતું. સંગઠનમાં સાઉથ આફ્રિકાનો સમાવેશ થયા બાદ તેમાં 'એસ' અક્ષર જોડવામાં આવ્યો ને બની ગયું 'બ્રિક્સ'.

- આ દેશોની વાર્ષિક બેઠક કોઇ પણ સભ્ય દેશના યજમાન પદ હેઠળ યોજાય છે. 2012માં બ્રિક્સની શિખર બેઠક ભારતમાં યોજાઇ હતી.

- વિશ્વના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં આ પાંચ દેશોની ભાગીદારી 21 ટકા જેટલી છે. ગત 15 વર્ષોમાં વિશ્વભરના કુલ જીડીપીમાં આ દેશોની ભાગીદારી ત્રણગણી વધી છે.

- બ્રિક્સ દેશોમાં વિશ્વના અંદાજે 43 ટકા લોકો વસે છે.

- બ્રિક્સ દેશો પાસે કુલ મળીને અંદાજે 44 ખરબ ડોલરનું વિદેશી હૂંડિયામણ છે.  
 
- બ્રિક્સ દેશો વચ્ચેનો વેપાર અંદાજે 300 અરબ ડોલર સુધી પહોંચી ગયો છે. 2015માં આ આંકડો 500 અરબ ડોલર પહોંચશે તેવું અનુમાન છે, 2002માં આ આંકડો 27.3 અરબ ડોલર જેટલો હતો.
 
(માહિતી સ્ત્રોતઃ બ્રિક્સ દેશો અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ)મોદી કેમ ગયા બ્રાઝિલ, જાણો બ્રિક્સ દેશો સાથે સંકળાયેલી સાત મહત્વની વાતો

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports