Translate

Wednesday, July 30, 2014

અંબાણી બાદ હવે અદાણીની પાવરફુલ હિલચાલ

અદાણી ગ્રુપ ૫૦૦૦ મેગાવૉટના પાવરપ્લાન્ટ્સ હસ્તગત કરવા ઉત્સુક

અંબાણી બાદ હવે અદાણી વીજક્ષેત્રે વિરાટ પગલાં ભરવા તૈયાર થયા છે. ગૌતમ અદાણીએ કુલ ૫૦૦૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતા પાવરપ્લાન્ટ્સ હસ્તગત કરવાનું આયોજન કર્યું છે. જોકે તેઓ આ કાર્યમાં અન્ય ઇચ્છુકો સાથે હુંસાતુંસી નહીં કરે.

અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ પાવરે થ્ભ્ ગ્રુપ પાસેથી ૧૮૦૦ મેગાવૉટ ક્ષમતાનો હાઇડ્રો પાવર પ્લાન્ટ ખરીદ્યો એ સમાચાર હજી તાજા છે ત્યાં જ અદાણીનું ઉક્ત આયોજન જાહેર થયું છે.

અદાણી કંપનીએ ઞ્પ્ય્, લેન્કો, ઇન્ડિયાબુલ્સ, અવંથા પાવર અને એથેના એ વીજકંપનીઓ સાથે વાટાઘાટો શં કરી છે. એક સમયે કંપનીના ઉચ્ચ અધિકારીઓ એમાં સહભાગી થતા હતા. હવે ગૌતમ અદાણી પોતે સામેલ થયા છે.

અદાણી ગ્રુપની એક વ્યક્તિએ જણાવ્યા મુજબ બજારમાં લગભગ ૫૦,૦૦૦ મેગાવૉટ વીજળીના ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટ્સ વેચવા માટે ઑફર છે.

અંબાણીએ જે પ્લાન્ટ ૧૨,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે એના માટે અદાણી ૧૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે આપવા માટે તૈયાર નહોતા. અદાણી વીજપ્લાન્ટ હસ્તગત કર્યા બાદ એમાંથી મોટો નફો મળે એવી અપેક્ષા રાખતા હોવાથી તેઓ મોંઘા ભાવે કોઈ પ્લાન્ટ ખરીદવા તૈયાર નથી.

અદાણી ગ્રુપ હાલ ૮૬૨૦ મેગાવૉટ ઉત્પાદન સાથે ભારતમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું ખાનગી ગ્રુપ છે. એ હવે વર્ષ ૨૦૨૦ સુધીમાં ૨૦,૦૦૦ મેગાવૉટ વીજ ઉત્પાદન કરવા ધારે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports