Translate

Tuesday, July 22, 2014

છેક ૨૮ વરસ પછી લૉર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત

આ મેદાનમાં ૮૨ વર્ષમાં આ માત્ર બીજો વિજય, ઇંગ્લૅન્ડ ૨૨૩ રનમાં ઑલઆઉટ, ૨૦૧૧ બાદ ભારતની વિદેશમાં પહેલી જીત, ટીમ ઇન્ડિયાના પેસબોલરે ૭૪ રનમાં સાત વિકેટ સાથે તરખાટ મચાવી ૨૮ વર્ષ બાદ ક્રિકેટના મક્કા ગણાતા મેદાનમાં ટીમને જીત અપાવી હતી


૧૯૩૨માં લૉર્ડ્સ ગ્રાઉન્ડથી જ ટેસ્ટ-ક્રિકેટમાં પદાર્પણ કરનાર ભારત છેલ્લાં ૮૨ વષોર્માં અહીં રમાયેલી ૧૬ મૅચમાંથી ૧૧ મૅચમાં હાર્યું છે, ચાર મૅચ ડ્રૉમાં ખેંચી છે; જ્યારે ૧૯૮૬માં કપિલ દેવની કપ્તાનીમાં મેળવેલા પ્રથમ વિજય બાદ ૨૮ વર્ષથી વિજય માટે તરસતા ભારતને ધોનીની કપ્તાની હેઠળ ભવ્ય વિજયની ભેટ મળી છે.

આ ભવ્ય વિજયનો શિલ્પી ઇશાન્ત શર્મા બન્યો હતો, જેણે તેની કાતિલ બોલિંગ દ્વારા ૨૩ ઓવરમાં ૭૪ રન આપીને ૭ વિકેટ લીધી અને એને કારણે ઇંગ્લૅન્ડનો ધબડકો થઈને આખરે ૯૫ રનથી હાર જોવી પડી. ઇશાન્ત શર્માને એક ઇનિંગ્સમાં ૭ વિકેટ ઝડપવાના શાનદાર પ્રદર્શનને કારણે ‘મૅન ઑફ ધ મૅચ’નો અવૉર્ડ મળ્યો હતો.

સોમવારે સવારે ઇંગ્લૅન્ડે એના લાસ્ટ સ્કોર ૧૦૫ રન પર ૪ વિકેટના ધબડકા બાદ આગળ રમવાનું ચાલુ કર્યું. જો રૂટ અને મોઇન અલીએ ધૈર્યપૂર્વકની રમતનો પરચો બતાવીને ટીમનો સ્કોર ૧૭૩ રન સુધી પહોંચાડ્યો હતો. આ બન્ને બૅટ્સમેન દ્વારા ૧૦૧ રનની પાર્ટનરશિપ ટીમ ઇન્ડિયાનું પ્રેશર વધારી રહી હતી. લંચ પહેલાં ઇશાન્ત શર્માના એક ઊછળતા બૉલ પર મોઇન અલી શૉર્ટ લેગ પર ચેતેશ્વર પુજારાને કૅચ આપી બેઠો અને ૩૯ રનના અંગત સ્કોર પર તેની ઇનિંગ્સનો અંત આવ્યો. આનાથી મોઇન અલી અને જો રૂટ વચ્ચેની ૧૦૧ રનની પાર્ટનરશિપનો અંત આવ્યો. મોઇન અલી બાદ બૅટિંગમાં ઊતરેલા મેટ પ્રાયરે ઝડપથી રન બનાવવાનું ચાલુ કર્યું, પરંતુ તે આમાં લાંબો સમય કામિયાબ ન થઈ શક્યો અને ઇશાન્ત શર્માના બૉલને પુલ કરવાના ચક્કરમાં ડીપ મિડવિકેટ પર મુરલી વિજયને કૅચ આપી બેઠો. પ્રાયર બાદ બૅટિંગ કરવા આવેલા બેન સ્ટોક્સને ઇશાન્ત શર્માએ ખાતું પણ નહીં ખોલવા દીધું અને તે પણ પુલ શૉટ મારવાના ચક્કરમાં આઉટ થયો હતો. આ જ ઓવરમાં ડેન્જરસ લાગી રહેલા જો રૂટને પણ આઉટ કરીને ઇશાન્ત શર્માએ મૅચ પર ભારતની પકડ મજબૂત કરી દીધી. રૂટ ૧૪૬ બૉલમાં ૭ ચોગ્ગા લગાવીને ૬૬ રનના સ્કોરે આઉટ થયો હતો. રૂટ બાદ કોઈ પણ બૅટ્સમૅન ઇંગ્લૅન્ડની ઇનિંગ્સને સ્થિરતા નહોતો આપી શક્યો અને આ ધબડકાને કારણે ઇંગ્લૅન્ડની હાર નિશ્ચિત થઈ હતી.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
21:15 Fed's Barkin speech 2
22:30 10-Year Note Auction 1 4.435% 4.310%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
02:20 Fed's Hammack speech 2
03:00 Fed's Kashkari speech 2
04:31 RICS Housing Price Balance 1 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 2 223K 219K
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Continuing Jobless Claims 1 1.880M 1.903M
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener