Translate

BSE-NSE Ticker

Friday, July 18, 2014

સેક્ટોરલ શેરોમાં તેજીની શક્યતા: એનાલિસ્ટ્સ

વીતેલા સપ્તાહે રજૂ થયેલા બજેટ અગાઉ ચાર મહિના સુધી એક દિશામાં જોવા મળેલી બજારની ચાલ હવે સાઇડ - વે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે .

એનાલિસ્ટ્સ માને છે કે બજારનો ટ્રેન્ડ સુધારાતરફી છે પરંતુ તેની ઝડપ ખૂબ ધીમી હશે અને એવું પણ બને કે નવી ટોચ દર્શાવતાં અગાઉ નિફ્ટી 7,200 કે પછી 7,000 નો સ્તર પણ દર્શાવે . લગભગ છથી નવ મહિના સુધી ટ્રેન્ડ ચાલી શકે છે જે દરમિયાન અનેક સેક્ટોરલ શેરોમાં તબક્કાવાર તેજી જોવા મળશે એમ તેઓ જણાવે છે .

હવે પછીનું બજાર સેક્ટર સ્પેસિફિક રહેશે . બેન્ચમાર્ક રેન્જમાં જોવા મળશે જ્યારે લાંબા સમયથી બેન્ચમાર્કની સરખામણીમાં અન્ડરપર્ફોર્મ કરનારાં ક્ષેત્રોમાં એક પછી એક ખરીદી જોવાશે . એમ મુંબઈ સ્થિત પ્રાઇમ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સના ડિરેક્ટર ચિરાયુશ બક્ષી જણાવે છે .

તેઓ જણાવે છે કે બજારની ચાલ ઉપર તરફી રહેશે પરંતુ તેની ગતિ ખૂબ ધીમી હશે અને ક્યારેક તે નીચેની બાજુ પણ સરકી શકે છે . તેમના મતે આગામી છથી બાર મહિનામાં નિફ્ટી 8,000 અને ત્યાર બાદ 8,400 નો સ્તર દર્શાવી શકે છે પરંતુ તે અગાઉ ઘણાં કાઉન્ટર્સમાં નોંધપાત્ર તેજી જોવા મળશે . જ્યારે વૈશ્વિક કારણો પાછળ ભારતીય બજારમાં નિફ્ટીમાં 7,200 કે નીચે 7,000 નો સ્તર પણ જોવા મળી શકે . જે સ્તરે લાંબું ટકશે નહીં .

નિફ્ટીએ તેની 2008 ની ટોચને નોંધપાત્ર માર્જિનથી પાછળ રાખી દીધી છે જ્યારે હજુ ઘણા બ્લૂ - ચિપ્સ એવા છે જેણે 2008 ની ટોચને પાર કરવાની બાકી છે . બેન્ચમાર્કમાં કોન્સોલિડેશન દરમિયાન શેરો તેમની દોડ દર્શાવશે . એમ બક્ષી જણાવે છે .

આવા શેરોમાં પસંદગીના મેટલ્સ , હાઈડ્રો - કાર્બન , ઇન્ફ્રાસ્ટ્રક્ચર , રિયલ એસ્ટેટ , એફએમસીજી ક્ષેત્રના શેરો હશે એમ તેઓ ઉમેરે છે . ખાનગી બેંકિંગ ક્ષેત્ર તથા જેનેરિક ડ્રગ્ઝ કંપનીઓ પણ તેમનો સુધારો જાળવી શકે છે .

બક્ષી ઉમેરે છે કે વિદેશી રોકાણકારો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નોંધપાત્ર રોકાણ કરી ચૂક્યા છે . જોકે તેઓનું ધ્યાન કેટલાંક અન્ય બજારો તરફ ફંટાઈ રહ્યું છે . જેમાં પોલેન્ડ , આર્જેન્ટિના , મેક્સિકો , નાઇજિરિયા વગેરેનો સમાવેશ થાય છે .

જેથી એવું બને કે તેમની પાસેનાં નાણાં અન્ય બજારોમાં પણ વહેંચાઈ જાય . ‘‘ બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ અને રશિયાનું આકર્ષણ ઓસરી ગયું છે . જોકે ભારત તેમના માટે આકર્ષક છે પરંતુ બ્રિક્સ સિવાયના દેશોનું આકર્ષણ પણ વધી રહ્યું છે અને તેથી કેટલોક નાણાપ્રવાહ તે બાજુ વળી શકે છે . એમ બક્ષી ઉમેરે છે . વિદેશી રોકાણકારો અત્યાર સુધીમાં ભારતમાં 20 અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ચૂક્યા છે . જેમાં 9 અબજ ડોલર ઇક્વિટીઝમાં અને 11 અબજ ડોલર ડેટ માર્કેટમાં ગયું છે .

છેલ્લાં બે ટ્રેડિંગ સત્રોથી જોઈએ તો બજારમાં માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળે છે . બુધવારે બેન્ચમાર્કમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો . જ્યારે ગુરુવારે નિફ્ટી સાંકડી રેન્જમાં અથડાયેલો રહ્યો હતો જ્યારે પાવર , એફએમસીજી અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી . એલ્યુમિનિયમ અગ્રણી હિંદાલ્કોએ તેની બાવન સપ્તાહની ટોચ દર્શાવી હતી .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports