Translate

Saturday, July 12, 2014

મુંબઈની હદમાં તળ મુંબઈ જેટલી નવી જમીન ઊભી થઈ

૧૯૯૧થી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનાં નિયંત્રણો છતાં ગેરકાયદે રેક્લેમેશને હદ વટાવી : રિપોર્ટ


૧૯૯૦થી છેલ્લાં બાવીસ વર્ષમાં ૭૨ ચોરસ કિલોમીટર એટલે કે કોલાબાથી સાયન અને માહિમ સુધીના તળ મુંબઈના લગભગ કુલ એરિયા જેટલો જ જમીનનો હિસ્સો સમુદ્રના રેક્લેમેશન દ્વારા મુંબઈની હદમાં ઉમેરાયો છે. સમુદ્ર અને ઇન્ટર-ટાઇડલ ઝોન અંતર્ગતના ઇનલેટ્સ, મડફ્લેટ્સ, સૉલ્ટપેન્સ અને બીચિસની જમીન પર આ રેક્લેમેશન થયું છે. ભવિષ્યમાં મુંબઈમાં સાયન્ટિફિક લૅન્ડ રેક્લેમેશનની શક્યતાઓ તપાસવાના હેતુથી રાજ્ય સરકારની ઍડ્વાઇઝરી બૉડી મુંબઈ ટ્રાન્સફૉર્મેશન સપોર્ટ યુનિટે મંજૂરી આપ્યા બાદ મુંબઈ યુનિવર્સિટીના જ્યોગ્રાફી ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા રિપોર્ટમાં આ હકીકત સામે આવી હતી.

રિપોર્ટ પ્રમાણે ૧૯૭૦-૨૦૧૨ સુધીનાં ૪૨ વર્ષમાં મુંબઈની હદમાં લગભગ ૧૧૩ ચોરસ કિલોમીટર જમીન રેક્લેમેશનથી ઉમેરાઈ છે, પરંતુ છેલ્લાં બાવીસ વર્ષમાં મૅક્સિમમ રેક્લેમેશન થયું છે અને એમાંનું મોટા ભાગનું રેક્લેમેશન ગેરકાયદે છે, કેમ કે આડેધડ રેક્લેમેશન પર નિયંત્રણ માટે સુપ્રીમ કોર્ટે ૧૯૯૧માં કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનાં નિયંત્રણો લાદ્યાં હતાં છતાં છેલ્લા બે દાયકામાં જ મૅક્સિમમ રેક્લેમેશન થયું છે.  

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports