Translate

Monday, July 21, 2014

RILના પરિણામમાં હરખાવા જેવું કંઈ નથી

આવક અને નફાની બાબતમાં ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ ( RIL) શનિવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જે બજારની ધારણા કરતાં સારાં હતાં . પણ આમાં હરખાઈ જવા જેવું ખરેખર કંઈ છે ? જવાબ છે ના . કંપનીએ સ્ટેન્ડઅલોન ધોરણે નફામાં નોંધાવેલી સંપૂર્ણ વૃદ્ધિ ઘસારા અને વ્યાજખર્ચમાં થયેલા ઘટાડાથી આવી છે , તેની કામગીરીથી નહીં .

કંપનીએ કોન્સોલિડેટેડ પરિણામની જાહેરાત પણ ત્રિમાસિક ધોરણે આપવાની શરૂઆત કરી તે આવકાર્ય છે . અત્યાર સુધી કંપની ત્રિમાસિક ધોરણે માત્ર સ્ટેન્ડઅલોન પરિણામ જાહેર કરતી હતી અને કોન્સોલિડેટેડ પરિણામની જાહેરાત નાણાકીય વર્ષના અંતે કરતી હતી .

પેટાકંપનીઓના વધી રહેલા મહત્ત્વને ધ્યાનમાં રાખીને રિલાયન્સે પરંપરા તોડી છે . બજારને ધારણા હતી કે , કંપની એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે રૂ .5,350 કરોડનો ચોખ્ખો નફો નોંધાવશે , પરંતુ કંપનીએ રૂ .5,649 કરોડનો આંકડો જાહેર કર્યો છે .

કંપની એક્ટ , 2013 પ્રમાણે ઘસારાની ગણતરી કરીએ તો તેના ત્રિમાસિક ઘસારામાં રૂ .200 કરોડનો ઘટાડો થયો હોવાનું RIL ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર આલોક અગરવાલે કહ્યું હતું . કંપનીનો ફાઇનાન્સ ખર્ચ પણ લગભગ 50 ટકા ઘટીને રૂ .505 કરોડ થયો છે . અગરવાલે પરિણામોની જાહેરાત બાદ યોજાયેલી પ્રેસ - કોન્ફરન્સમાં કહ્યું હતું કે , રૂપિયામાં સ્થિરતાને કારણે અને અમારી મોટા ભાગની લોન વિદેશી ચલણમાં હોવાથી વ્યાજખર્ચ ઘણો નીચો રહ્યો હતો .

એન્જલ બ્રોકિંગના પોર્ટફોલિયો મેનેજર ( PMS સર્વિસિસ ) પી ફણી શેખરે કહ્યું હતું કે , RIL ના ત્રિમાસિક પરિણામમાં આશ્ચર્ય પમાડે એવું કંઈ નથી કારણ કે , પેટ્રોકેમ અને રિફાઇનિંગ બિઝનેસમાંથી મળતો નફો લગભગ સ્થિર થઈ ગયો છે .

કોન્સોલિડેટેડ પરિણામની પણ ત્રિમાસિક ધોરણે જાહેરાત થવાથી પારદર્શિતા વધશે . જોકે , રિલાયન્સનો શેર તેના સ્થાનિક હરીફોની સરખામણીએ પ્રીમિયમ મૂલ્ય પર ટ્રેડિંગ કરવાનું ચાલુ રાખશે . તે સારો દેખાવ કરશે એવી થોડી - ઘણી શક્યતાને કારણે આવી પ્રગતિ જોવા મળશે . આગામી વર્ષોમાં તેના ટેલિકોમ અને રિટેલ બિઝનેસ કેવો ઘાટ ઘડે છે તેના પર સૌની નજર રહેશે .

કોન્સોલિડેટેડ પરિણામો દર્શાવે છે કે , RIL ના મુખ્ય બિઝનેસ કરતાં પણ તેની પેટાકંપનીઓ ( એટલે કે અમેરિકાની શેલ ગેસ કંપનીઓ ) નો નફો વધુ ઝડપે સુધરી રહ્યો છે . નાણાકીય વર્ષ 2013-14 માં RIL ના નફામાં તેની પેટાકંપનીઓનો હિસ્સો કોન્સોલિડેટેડ ધોરણે માત્ર 2 ટકા હતો , જૂન 14 ક્વાર્ટરમાં વધીને પાંચ ટકા સુધી પહોંચી ગયો હતો .

ભારતીય બિઝનેસની વાત કરીએ તો , પન્ના - મુક્તા ક્ષેત્રોમાંથી વધારે ઉત્પાદનના જોરે કંપનીના ઓઇલ એન્ડ ગેસ બિઝનેસનો નફો વધ્યો હતો . વાર્ષિક ધોરણે તેનું ઓઇલ ઉત્પાદન 16 ટકા વધીને 2.04 મિલિયન બેરલ અને ગેસ ઉત્પાદન 7 ટકા વધીને 18.2 અબજ ઘનફીટ નોંધાયું હતું . ક્રિષ્ના - ગોદાવરી બેસિનમાં ઉત્પાદન 13 mmscmd ના સ્તરે ગેસનું ઉત્પાદન સ્થિર છે પરંતુ કોન્ડન્સેટનું ઉત્પાદન 48 ટકા વધીને 0.09 મિલિયન બેરલે પહોંચી ગયું હતું .

પેટ્રોકેમિકલ અને રિફાઇનિંગ બિઝનેસમાં રિલાયન્સે રૂ .8,000 કરોડનો મૂડીખર્ચ કર્યો છે , જે ટ્રેન્ડ સાથે બરાબર છે . કંપનીએ બ્રોડબેન્ડ સાહસ માટે રૂ .5,000 કરોડ અને અમેરિકાના શેલ ગેસ બિઝનેસ માટે રૂ .2,000 કરોડ ખર્ચ્યા હતા .
જોકે , પેટ્રોકેમ અને રિફાઇનિંગ બિઝનેસનું રોકાણ છેક 2016-17 માં વળતર આપવાનું શરૂ કરશે . આવી રીતે , ટેલિકોમ બિઝનેસનો જંગી ખર્ચ પણ ક્યારે ભરપાઈ થશે તે અંગે અનિશ્ચિતતા છે . રિટેલ બિઝનેસ ઓપરેશનલ સ્તરે નફો કરે છે પરંતુ આગામી ત્રણેક વર્ષમાં RIL ના નફામાં વધારે યોગદાન નહીં આપી શકે . પરિણામે , જૂન ક્વાર્ટરનાં પરિણામ કંપનીને આગામી વર્ષોમાં બેન્ચમાર્ક કરતાંયે સારો દેખાવ કરવાનું કોઈ બળ પૂરું પાડતા નથી . છેલ્લાં પાંચ વર્ષથી તો RIL નો શેર બેન્ચમાર્ક કરતાં ઊણો દેખાવ કરતો આવ્યો છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports