Translate

Monday, July 21, 2014

૪૮ કિલોની આલિયાનો ૨૫ કિલોનો લેહંગો

ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં મનીષ મલ્હોત્રાના શોમાં આલિયા ભટ્ટે ૨૫ કિલો વજનવાળા લેહંગા સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. આલિયા માટે આટલા હેવી વજનવાળાં કપડાં પહેરીને ચાલવાનું કામ ખરેખર તકલીફવાળું હતું અને એને કારણે આલિયા નર્વસ પણ થઈ ગઈ હતી.


આલિયાએ કહ્યું હતું કે ‘રૅમ્પ પર ચાલવાની મને કોઈ ખાસ આદત નથી. હું તો ઊભી-ઊભી પણ પડી જાઉં એવી છું એમાં રૅમ્પ પર પચીસ કિલો વજનના ક્લોથ સાથે હેવી હીલ સાથે વૉક કરવી, પોઝ આપવા અને તાળી પાડતા લોકો સામે સ્માઇલ કરતા રહેવું એ બહુ અઘરું હતું, પણ એ કર્યા પછી મને લાગે છે કે રૅમ્પની એ બે મિનિટ બેસ્ટ હતી.’

શનિવારે રાતે આ શોમાં આલિયાએ રેડ બ્રાઇડલ વેઅર પહેર્યા હતાં જેના પર જુનવાણી પ્રકારની સોનાની એમ્બ્રૉઇડરી હતી, મેક-અપનું પ્રમાણ એકદમ નહીંવત્ હતું અને કોઈ ઑર્નામેન્ટ્સ પણ તેણે પહેર્યા નહોતાં. આલિયાની લેટેસ્ટ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં આલિયાને કરીના કપૂરે પહેર્યો હતો એવો લેહંગાનો જબરદસ્ત શોખ દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં જે લેહંગાની વાત કરવામાં આવી છે એ પણ મનીષ મલ્હોત્રાએ જ ડિઝાઇન કર્યો હતો. આલિયાને ખુશી એ વાતની હતી કે તેને રિયલ લાઇફમાં પણ મનીષ્ો ડિઝાઇન કરેલાં ક્લોથ માટે રૅમ્પ-વૉક કરવાની તક મળી. આલિયાએ કહ્યું હતું, ‘મનીષ મલ્હોત્રાના આઉટફિટ માટે વૉક કરવી એ બહુ મોટો દિવસ કહેવાય. મારે માટે એ સ્પેશ્યલ દિવસ જ હતો. જે ફિલ્મમાં મને મનીષના લેહંગાની ફૅન દેખાડવામાં આવી છે એ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ હિટ થઈ એનાથી મને જેટલી ખુશી થઈ છે એના કરતાં વધારે ખુશી મને મનીષ મલ્હોત્રા માટે વૉક કરવા મળ્યું એ માટે થઈ રહી છે. બે વર્ષ પહેલાં હું મનીષના શોમાં આવી ત્યારે એ વખતે કૅટરિના કૈફ રૅમ્પ-વૉક કરવાની હતી અને હું ઑડિયન્સમાં કરણ જોહર સાથે બેઠી હતી. એ વખતે મને થતું હતું કે રૅમ્પ-વૉક કઈ રીતે થઈ શકતું હશે.’

મનીષ મલ્હોત્રાના આ શોમાં આલિયા ઉપરાંત આદિત્ય રૉય કપૂરે પણ રૅમ્પ-વૉક કર્યું હતું, જ્યારે આ શો જોવા માટે ઊર્મિલા માતોન્ડકર અને હુમા કુરેશી આવી હતી.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Jun 10
21:00 52-Week Bill Auction 1 3.94% 3.93%
22:30 3-Year Note Auction 1 3.972% 3.824%
Wednesday, Jun 11
02:00 API Weekly Crude Oil Stock 1 -0.37M 0.70M -3.30M
04:15 Visitor Arrivals (YoY) 1 18.8% -8.4%
14:30 10-y Bond Auction 1 4.588% 4.673%
16:30 MBA Mortgage Applications 1 -3.9%
18:00 Consumer Price Index ex Food & Energy (MoM) 3 0.3% 0.2%
18:00 Consumer Price Index (YoY) 3 2.5% 2.3%
18:00 Consumer Price Index n.s.a (MoM) 1 320.795
18:00 Building Permits (MoM) 1 2.2% -4.1%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports