Translate

Monday, July 7, 2014

સેન્સેક્સે 26,000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી

મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું
Sensex breaches 26,000 on budget optimism
. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 89.52 પોઈન્ટ ઉછળીને 26051.58 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

પ્રિ - બજેટ રેલીમાં નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 26.85 પોઈન્ટ વધીને 7,778.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.52 ટકા અને 0.80 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે IT, ટેકનો , રિયલ્ટી , કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ મેટલ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે FMCG, ઓઈલ - ગેસ તેમજ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી .

શુક્રવારે BSE ઉપરમાં 25981.51 અને નીચામાં 25659.33 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ સેન્સેક્સ 138.31 પોઈન્ટ વધીને 25962.06 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,758.00 અને 7,661.30 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 36.80 પોઈન્ટ વધીને 7,751.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports