પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની પહેલી બહુપક્ષીય બેઠકમાં હિસ્સો લેવા
માટે આજે બ્રાઝિલ પહોંચી રહ્યા છે. તેની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર
અજીત ડોવાલ, વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામન અને વિદેશ મંત્રાલયના અધિકારી
પણ છે. બ્રિક્સ ડેવલપમેન્ટ બેન્ક પ્રધાનમંત્રીના ટૉપ એજન્ડામાં છે.બ્રિક્સ દેશોની વચ્ચે આર્થિક સહયોગ મજબૂત કરવા, બ્રિક્સ સદસ્યો અને બીજા ઈમર્જિંગ દેશોની આર્થિક મદદ કરવા માટે બ્રિક્સ ડેવલપમેન્ટ બેન્ક બનાવાનો પસ્તાવ છે. અને માનવામાં આવી રહ્યુ છે કે બ્રિક્સ દેશ આ બેન્ક માટે પોતાના બજેટ માંથી થોડોક હિસ્સો આપી શકે છે. આ સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના રિફૉર્મ પર પણ ચર્ચા કરશે.

No comments:
Post a Comment