Translate

Wednesday, July 16, 2014

SBIએ થાપણદર ઘટાડ્યા, જોકે ધિરાણદર યથાવત

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક

ઓફ
ઇન્ડિયા ( એસબીઆઇ ) ટૂંકા ગાળાની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં 0.25 થી 0.5 ટકા સુધીનો ઘટાડો કર્યો છે . બીજી બેન્કો પણ એસબીઆઇનું અનુકરણ કરે તેવી ધારણા છે . જોકે એસબીઆઇના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે થાપણદરોમાં ઘટાડાને પગલે તાકીદે ધિરાણદરોમાં ઘટાડો થશે નહીં .

એસબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રૂ .1 કરોડથી ઓછી રકમની અને 7,179 દિવસ વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરને 7.50 ટકાથી ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે . નવા વ્યાજદર 18 જુલાઈથી અમલી બનશે . રૂ .1 કરોડથી વધુની બલ્ક ડિપોઝિટના કિસ્સામાં પણ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે . 7-60 દિવસ સુધીની ટર્મ ડિપોઝિટના વ્યાજદરને 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા , જ્યારે 61 દિવસથી એક વર્ષ સુધીની ટર્મ ડિપોઝિટના વ્યાજદરને હાલના સાત ટકાથી ઘટાડીને 6.75 ટકા કરવામાં આવ્યા છે .

એસબીઆઇના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર આર કે સરાફે વ્યાજદરમાં ઘટાડા પાછળનો તર્ક સમજાવતાં ઇટીને જણાવ્યું હતું કે , થાપણોમાં સામાન્ય દરે વધારો થઈ રહ્યો છે , પરંતુ ધિરાણની માગમાં નોંધપાત્ર વધારો થયો નથી . તેનાથી બેન્ક પાસે ઘણી તરલતા છે .

છેલ્લા મહિનાથી એસબીઆઇએ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ( સીડી ) અથવા બલ્ક ડિપોઝિટના સ્વરૂપમાં નાણાં એકત્ર કરવાનું પણ બંધ કર્યું છે . સરાફે જણાવ્યું હતું કે , ટૂંકા ગાળાની થાપણોના વ્યાજદરમાં ઘટાડો કરાયો છે , પરંતુ તેનાથી બેઝ રેટમાં ઘટાડો થશે નહીં .

એસબીઆઇનો બેઝ રેટ 10 ટકા છે અને તે બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી નીચો છે . દરે તે ટોચનું રેટિંગ ધરાવતા ગ્રાહકોને ધિરાણ આપે છે .

ગયા મહિને ભારતીય રિઝર્વ બેન્કે ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો હતો . રિઝર્વ બેન્કે રેપો રેટને આઠ ટકાના સ્તરે જાળવી રાખ્યો હતો , જ્યારે કેશ રિઝર્વ રેશિયોને ચાર ટકા રાખ્યો હતો . એસબીઆઇએ અગાઉ ફેબ્રુઆરીમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં 0.5 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો .

સ્ટેટ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ તેના શેરના ભાવમાં ચાર ટકા સુધીનો ઉછાળો આવ્યો હતો . દેશની સૌથી મોટી જાહેર બેન્કના શેરનો ભાવ બીએસઇમાં 4.35 ટકા વધીને રૂ .2,517 બંધ આવ્યો હતો . ઇન્ટ્રા - ડે શેરમાં 4.56 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports