Translate

Thursday, July 10, 2014

મુંબઈમાં જન્મેલા અમિત શાહ સ્ટૉક બ્રોકર પણ રહી ચૂક્યા છે

૧૯૬૪માં ૨૨ ઑક્ટોબરે મુંબઈમાં જન્મેલા અમિત શાહના પપ્પા અનિલચંદ્ર શાહનો PVC પાઇપનો વ્યવસાય છે. તેમનું મૂળ વતન માણસા છે.

શરૂમાં તેમણે મહેસાણામાં શાળાકીય અભ્યાસ કર્યો હતો અને પછી અમદાવાદમાં તેમણે બાયોકેમિસ્ટ્રીમાં BSc કર્યું હતું. તેમના પપ્પા RSS સાથે જોડાયેલા હતા અને એથી તેઓ પણ નાનપણથી જ RSS સાથે જોડાયા હતા અને તેઓ સંઘની શાખામાં જતા હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ પપ્પાના બિઝનેસમાં થોડો વખત રહ્યા અને તેમણે સ્ટૉકબ્રોકર તરીકે પણ કામ કર્યું. ૧૯૮૨માં પહેલી વાર તેઓ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ૧૯૮૩માં તેમનો રાજકીય પ્રવાસ શરૂ થયો હતો. તેમણે સોનલ શાહ સાથે લગ્ન કર્યા છે અને તેમને જય નામનો પુત્ર છે.

સખત મહેનતથી સિદ્ધિ
અમિત શાહને આટલી નાની ઉંમરે આ સિદ્ધિ મળી એની પાછળ તેમની સખત મહેનત છે. આ સિવાય અમિત શાહ સમય પ્રમાણે તેમની સ્ટ્રૅટેજીમાં પણ ફેરફાર કરીને તેમના વિરુદ્ધ વાઈ રહેલા પવનને પોતાની તરફ કરી શકે એવા માહેર ખેલાડી પણ છે. ગુજરાતમાં કો-ઑપરેટિવ બૅન્કોની કાયાપલટ તેમણે કરી હતી. ૧૯૯૯માં તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્કની ચૂંટણી જીત્યા અને ૩૬ કરોડ રૂપિયાની ખોટ કરતી બૅન્કને એક વર્ષમાં ૨૭ કરોડ રૂપિયાનો નફો કરતી બનાવી દીધી. હાલમાં આ બૅન્કનો નફો ૨૫૦ કરોડ રૂપિયા છે. તેઓ સારા રણનીતિકાર છે અને તેમની આ રણનીતિને કારણે જ ઉત્તર પ્રદેશમાં BJPને ધારી સફળતા મળી હતી. એ સમયથી જ તેમનું નામ BJPના પ્રેસિડન્ટપદ માટે ચર્ચાઈ રહ્યું હતું.

વિવાદો પીછો છોડતા નહીં

અમિત શાહને જાણે વિવિધ પ્રકારના વિવાદો સાથે પનારો પડ્યો હતો. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસરબી અને આ કેસના વિટનેસ તુલસી પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ સામે હત્યા, ખંડણી, અપહરણ અને કાવતરું ઘડવા જેવા આરોપો લગાવવામાં આવ્યા હતા. જોકે એમાંથી તેમને ક્લીન ચિટ મળી છે. એ જ રીતે તેમના પર પોલીસ-અધિકારીઓને સાઇડલાઇન કરતા હોવાનો આરોપ અને ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટનો ભંગ કરવાનો આરોપ પણ લાગ્યો હતો. ૨૦૧૩માં તેમના પર એક યુવતી પર જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ૨૦૦૯માં આ યુવતી પર દેશભરમાં જાસૂસી કરવામાં આવી હોવાનો આરોપ મુકાયો હતો, પણ આ યુવતી અને તેના પપ્પાએ આ આરોપો ફગાવ્યા હતા.

સારી કારકિર્દી

આ પહેલાં જેટલા પણ પ્રેસિડન્ટ થયા હતા તેમના કરતાં અમિત શાહે વધારે સફળતા મેળવી છે. રાજનાથ સિંહ, નીતિન ગડકરી, વેન્કૈયા નાયડુ, કુશાભાઉ ઠાકરે અને જના કૃષ્ણમૂર્તિ કરતાં પણ તેઓ વધારે સારા રણનીતિકાર સાબિત થયા છે.

રાજકીય સફર


૧૯૮૨ : નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

૧૯૮૩ : BJPની યુવા પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા

૧૯૮૬ : BJPમાં જોડાયા

૧૯૯૧ : ગાંધીનગર સીટ પર લાલ કૃષ્ણ અડવાણીના પ્રચારનું કાર્ય સંભાળ્યું

૧૯૯૫ : ગુજરાતમાં પહેલી વાર BJPની સરકાર લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી

૧૯૯૭ : પહેલી વાર પેટાચૂંટણી સરખેજ વિસ્તારમાંથી લડ્યા અને જીતી ગયા

૧૯૯૮ : ફરીથી યોજાયેલી ચૂંટણીમાં પણ જીત મળી, પણ પ્રધાનપદથી વંચિત રહ્યા

૨૦૦૧ : ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા

૨૦૦૨ : સરખેજ વિધાનસભા સીટ પર ૧.૫૮ લાખ મતથી જીત અને જીતનું માર્જિન રાજ્યમાં સૌથી વધારે

૨૦૦૩થી ૨૦૧૦ : ગુજરાત સરકારમાં પ્રધાનપદ. નરેન્દ્ર મોદીએ તેમને હોમ-મિનિસ્ટ્રી ઉપરાંત બીજી ૧૧ મિનિસ્ટ્રીનો કારોબાર સોંપ્યો. તેમણે ગુજરાતની કો-ઑપરેટિવ બૅન્કોની કાયાપલટ કરી

૨૦૦૫ : ૨૬ નવેમ્બરે સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર અને ૨૮ નવેમ્બરે તેની પત્ની કૌસરબીની હત્યા

૨૦૦૭ : ફરીથી વિધાનસભામાં જીત અને જીતનું માર્જિન ૨.૩૫ લાખ મત

૨૦૦૮ : અમદાવાદમાં બૉમ્બ-બ્લાસ્ટ. ૫૬ લોકોનાં મૃત્યુ અને ૨૦૦ ઘાયલ. હોમ મિનિસ્ટર તરીકે દેખરેખ રાખીને માત્ર ૨૧ દિવસમાં કેસ સૉલ્વ કર્યો અને આરોપી પકડાઈ ગયા જેથી ગુજરાતમાં ફરીથી કોઈ બૉમ્બ-બ્લાસ્ટ થયા નહીં

૨૦૦૯ : ગુજરાત ક્રિકેટ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ બન્યા

૨૦૧૦ : ૨૪ જુલાઈએ ગુજરાત સરકારમાં પ્રધાનપદેથી રાજીનામું. ૨૫ જુલાઈએ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે ધરપકડ. ત્રણ મહિના સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા. પછી ગુજરાતની બહાર રહેવાનો આદેશ

૨૦૧૨ : ગુજરાત વિધાનસભામાં પાંચમી વખત ચૂંટાયા

૨૦૧૩ : BJPના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા અને ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ

૨૦૧૪ : લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ પૈકી ૭૩ સીટો પર વિજય. ૭૧ સીટો BJPને મળી અને બે સીટો એની સહયોગી પાર્ટી અપના દલને મળી

૨૦૧૪ : BJPના પ્રેસિડન્ટ નિયુક્ત

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports