Translate

Monday, July 14, 2014

GAAR અને Q1 પરિણામો પર બજારની નજર

બજેટ રજૂ થઈ ગયા બાદ

હવે
બજારની ભાવિ ચાલનો દારોમદાર GAAR અંગેના ડેવલપમેન્ટ , Q 1 પરિણામો તેમજ ચોમાસાની સ્થિતિ પર નિર્ભર હોવાનો કેટલાંક નિષ્ણાતોએ મત દર્શાવ્યો છે .

નરેન્દ્ર મોદીની સરકાર પરની ઊંચી અપેક્ષાઓ વચ્ચે ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટીમાં 3.6 ટકાનું ગાબડું જોવા મળ્યું હતું .

ઉદ્યોગોએ બજેટને સુધારાવાદી લેખાવીને વધાવ્યું હોવા છતાં જનરલ એન્ટિ એવોઈડન્સ રૂલ્સ ( GAAR) અંગેની કોઈ સ્પષ્ટતાને અભાવે રોકાણકારો થોડા નર્વસ થયા હોવાનું જણાય છે . ગત સપ્તાહે સેન્સેક્સ 930 પોઈન્ટ ગગડીને શુક્રવારે 25,024.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

મહેસૂલ સચિવ શક્તિકાંત દાસે શનિવારે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ GAAR નો તેના નિયત સમય ( એપ્રિલ , 2015) થી અમલી કરવા સંદર્ભમાં સરકાર ટૂંકમાં નિર્ણય કરશે .

સોમવારે બજાર ખૂલે ત્યારે GAAR ના મુદ્દે તેમાં મોટો ઘટાડો આવી શકે છે . ગત શુક્રવારે પણ મુદ્દે બજારમાં ઘટાડો જોવાયો હતો , તેમ CNI રિસર્ચના CMD કિશોર ઓસવાલે જણાવ્યું હતું .

ઉપરાંત બજાર વર્તુળો હાલમાં બજેટની વિવિધ શેરો તેમજ સેક્ટર પર કેવી અસર થશે તેની મથામણ કરી રહ્યા છે .

આગામી સપ્તાહે બજારની બજેટ પરની અપેક્ષાઓ અને બજેટમાં થયેલી વાસ્તવિક જોગવાઈ વચ્ચેના ગેપના પ્રમાણમાં કરેક્શન બતાવે તેવી શક્યતા છે . ઉપરાંત ઈરાક સંકટ અને અમેરિકામાં બોન્ડ ખરીદી કાર્યક્રમમાં વધુ કાપ સહિતના પગલાંની પણ બજાર પર અસર જોવા મળશે , તેમ બાનાન્ઝા પોર્ટફોલિયોના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ રાકેશ ગોયલે જણાવ્યું હતું .

સપ્તાહે TCS અને બજાજ ઓટોના નાણાકીય પરિણામ ઉપરાંત મેક્રો ઈકોનોમિક મોરચે સરકાર સોમવારે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના આંકડા પણ જાહેર કરશે .

ઉપરાંત બજારમાં વિદેશી રોકાણકારોની રૂખ અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ વગેરે જેવા પરિબળોની પણ અસર જોવા મળે તેવી શક્યતા છે .

રેલિગેર સિક્યુરિટીઝના રિટેલ ડિસ્ટ્રીબ્યૂશન પ્રેસિડેન્ટ જયંત માંગલિકના મતે ભારતમાં નબળા ચોમાસાએ પાંચ વર્ષમાં પહેલીવાર દુષ્કાળની આશંકા જતાવી છે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
04:40 Fed's Goolsbee speech 2
06:00 Westpac Consumer Confidence 2 -6% 4%
07:00 National Australia Bank's Business Conditions 1 4 3 Revised from 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
15:30 NFIB Business Optimism Index 1 97.4 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
21:30 BoE's Lombardelli speech 2
22:30 3-Year Note Auction 1 3.908%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener