Translate

Tuesday, July 22, 2014

મંત્રીઓ US, UKમાં FIIને આકર્ષવા જશે

નવી રચાયેલી એનડીએ સરકારના મંત્રીઓ સપ્ટેમ્બરના અંતમાં ન્યૂ યોર્ક ખાતે રોકાણકારોની એક પરિષદમાં ભાગ લેશે અને ફ્રેન્કલિન ટેમ્પલ્ટન , કેપિટલ ઇન્ટરનેશનલ અને સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડ્વાઇઝર્સ ( એસએસજીએ ) જેવા સંસ્થાકીય રોકાણકારોને આકર્ષશે .

અમેરિકા સ્થિત સંસ્થાકીય રોકાણકારોનું ફોરમ 24 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફોરમ યોજશે . દરમિયાન નરેન્દ્ર મોદી પણ યુએસની મુલાકાતે હશે . ભારતને રોકાણના સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવા લંડનમાં એક પરિષદ પણ મળશે . બેઠક વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠક પછી તરત ઓક્ટોબરમાં મળશે .

નાણામંત્રી અરુણ જેટલીએ પીએમઓની મંજૂરીને આધીન રહેવાની શરતે યુએસ અને લંડનમાં બે દિવસની ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ યોજવા મંજૂરી આપી હતી . વડાપ્રધાન મોદીને પણ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ અપાયું છે , પરંતુ તેઓ હાજર રહેશે કે નહીં તેની સ્પષ્ટતા થઈ નથી .

પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યકક્ષાના ઊર્જામંત્રી પીયૂષ ગોયલ સહિતના મંત્રીઓને રોકાણકારોની સમિટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે જેની થિમ નવા યુગમાં તક ઝડપવી છે . તેમાં ૨૫ ટ્રિલિયન ડોલરની એસેટ્સનું સંચાલન કરતા અમેરિકાના 75 અગ્રણી સંસ્થાકીય રોકાણકારો સમક્ષ ભારતની ક્ષમતા દર્શાવવાની યોજના છે .

યુએસના કાર્યક્રમ સાથે સંકળાયેલા ભારતીય બ્રોકરેજના અધિકારીઓ કહે છે કે રોકાણકારોને સંબોધવા માટે મોદીને સમજાવવાના પ્રયાસ ચાલુ છે . પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન , રેલવે , વાણિજ્ય , ઉદ્યોગ , પર્યાવરણ મંત્રાલયના મંત્રીઓ , સેબીના ચેરમેન યુ કે સિંહા , આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર ડો . યુ આર પટેલ પણ બે દિવસની પરિષદમાં હાજર રહે તેવી શક્યતા છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports