Translate

Sunday, July 20, 2014

મલેશિયન પ્લેન બળવાખોરોએ તોડી પાડતાં સોનામાં જબ્બર અફરાતફરી

સિનિયર અમેરિકન સેનેટર દ્વારા પ્લેન-ક્રૅશ માટે રશિયન પ્રેસિડન્ટ પુતિન જવાબદાર હોવાનું સ્ફોટક નિવેદન : યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવાઈ



બુલિયન બુલેટિન - મયૂર મહેતા


મલેશિયન પ્લેન ક્રૅશ થવાના ગણતરીના કલાકોમાં જ સોનાના ભાવમાં ૨૦ ડૉલરનો ઝડપી ઉછાળો આવ્યો હતો. યુક્રેનમાં રહીને રશિયા સાથે ભળી જવા માટે ઈસ્ટર્ન રીજનમાં રહેલા બે પ્રોવિન્સના બળવાખોરો છેલ્લા બે મહિનાથી ચળવળ કરી રહ્યા છે. રશિયા એને આડકતરી રીતે મદદ કરી રહ્યું છે. છેલ્લા એકાદ સપ્તાહમાં રશિયન સમર્થકોએ યુક્રેનનાં બે વૉર-પ્લેન ઉડાવી દીધાં હતાં. યુક્રેનમાં રહીને બળવો કરી રહેલા રશિયન સમર્થકોને રશિયાનું પૂરેપૂરું પીઠબળ હતું. મલેશિયન પ્લેનને યુક્રેનનું મિલિટરી વૉર પ્લેન માનીને રશિયન સમર્થકોએ એને ઉડાડી દીધું હતું. મલેશિયન પ્લેન ક્રૅશ થયા બાદ એના ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમેરિકન સિનિયર સેનેટર અને એક વખતના પ્રેસિડન્ટ કૅન્ડિડેટ જૉન મૅક્કેઇનના રશિયન પુતિનને પ્લેન-ક્રૅશના સીધા જવાબદાર ઠેરવતા પગલા બાદ આખા મામલામાં ગરમાટો આવી ગયો હતો. હવે યુક્રેન ક્રાઇસિસ મામલે ડિપ્લોમૅટિક સૉલ્યુશન લાવવાના પ્રયાસ ચાલુ થતાં સોનાના ભાવ ફરી ઘટવા લાગ્યા હતા.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાનો ભાવ ગુરુવારે આખો દિવસ સ્થિર રહ્યા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધના સમાચારને પગલે સાંજે વધીને ૧૩૦૦ ડૉલર થયા હતા, જે ઓવરનાઇટ મલેશિયન પ્લેન-ક્રૅશના સમાચારને પગલે શુક્રવારે સવારે ઝડપથી વધીને ૧૩૧૯ ડૉલર ખૂલ્યા હતા, પણ આખો દિવસ અમેરિકા અને રશિયા દ્વારા યુક્રેન ક્રાઇસિસને હળવી કરવાના પ્રયાસો ચાલુ થતાં સોનાના ભાવ ફરી ઘટવા લાગ્યા હતા. ગઈ કાલે એક તબક્કે ઘટીને ૧૩૦૮ ડૉલર થયા બાદ સાંજે છેલ્લે ૧૩૦૯.૧૦ ડૉલર રહ્યા હતા. અન્ય પ્રિસિયસ મેટલમાં ચાંદીના ભાવ ૨૧.૧૫ ડૉલર ખૂલીને છેલ્લે ૨૦.૮૩ ડૉલર, પ્લૅટિનમના ભાવ ૧૫૦૦ ડૉલર ખૂલીને સાંજે છેલ્લે ૧૪૯૫ ડૉલર અને પેલેડિયમના ભાવ ૮૮૪ ડૉલર ખૂલીને સાંજે ૮૮૦ ડૉલર રહ્યા હતા.

મલેશિયન પ્લેન-ક્રૅશ

યુક્રેનના ઈસ્ટર્ન રીજનમાંથી પસાર થઈ રહેલા મલેશિયન પ્લેનને સરફેટ ટુ ઍર મિસાઇલથી ઉડાડી દેવાના બનાવના ઘેરા પડઘા વિશ્વમાં પડ્યા છે. આ ઘટના બન્યા બાદ રશિયન સમર્થકોના ગ્રુપે ઉતાવળે યુક્રેનના મિલિટરી ઍરક્રાફ્ટને ઉડાડી દીધાની જવાબદારી લઈ લીધી હતી, પણ ત્યાર બાદ પૅસેન્જર પ્લેન ક્રૅશ થયાની ખબર પડતાં રશિયન સમર્થકોએ આ ઘટના માટે પોતે જવાબદાર નથી એવું નિવેદન કર્યું હતું. મલેશિયન પ્લેન ક્રૅશની ઘટના  બાદ યુનાઇટેડ નેશન્સની સિક્યૉરિટી કાઉન્સિલની ઇમર્જન્સી મીટિંગ બોલાવાઈ હતી. આ ઘટના બાદ અમેરિકા અને રશિયાની નેતાગીરી યુક્રેન સમસ્યાના ઉકેલ માટે તાકીદનાં પગલાં લેવા તત્પર બની હોવાના સમાચાર હતા જેનાથી સોનાના સતત વધી રહેલા ભાવ ફરી ઘટવા લાગ્યા હતા.

ગોલ્ડમાં વીકલી ઘટાડો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવ સતત છ સપ્તાહ સુધી વધ્યા બાદ ચાલુ સપ્તાહે ઘટયા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વ ચૅરપર્સન જેનેટ યેલેન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં નિર્ધારિત સમય અગાઉ જ વધારો કરવામાં આવશે એવા સંકેત મળતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવ ૧૩૪૫ ડૉલરની પાંચ મહિનાની ઊંચી સપાટીથી ૫૦ ડૉલર ગગડીને ૧૩૦૦ ડૉલરની સપાટીને તોડીને ૧૨૯૫ ડૉલર થયા હતા. જોકે યુક્રેનમાં મલેશિયન પ્લેન તોડી પાડવાના બનાવને કારણે ઝડપથી ગોલ્ડના ભાવ ઊછળીને ૧૯૧૯ ડૉલર થયા હતા, પણ પછીથી એમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું.

ગોલ્ડ ડિજિટલ કરન્સી

અમેરિકાના મેટલ ડીલર એન્થમ વૉલેટ દ્વારા વિશ્વની સૌપ્રથમ ફિઝિકલ ગોલ્ડ સામેની ડિજિટલ કરન્સી લૉન્ચ કરી હતી. ઇલેક્ટ્રૉનિક મની તરીકે ગોલ્ડનો ઉપયોગ વધારવા આ ડિજિટલ કરન્સી લૉન્ચ કરવામાં આવી હતી. આ કરન્સીને ઇન કૉઇન્સ (INN) નામ અપાયું હતું. આ કૉઇન્સ માર્કેટમાં જુલાઈ ૨૦૧૫માં મૂકવામાં આવશે. એન્થમ દ્વારા પ્રારંભમાં એક કરોડ કૉઇન્સ માર્કેટમાં મૂકવામાં આવશે અને એની વૅલ્યુ ૧૦૦ ગ્રામ ગોલ્ડ જેટલી થશે. જુલાઈમાં ફિઝિકલ ગોલ્ડ સામેની કરન્સી લૉન્ચ થયા બાદ સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીમાં અન્ય પ્રિસિયસ મેટલ સામેની ડિજિટલ કરન્સી પણ લૉન્ચ કરવામાં આવશે.

ચીનનું ગોલ્ડ પ્રોડક્શન

ચીનનું ગોલ્ડ પ્રોડક્શન ૨૦૧૪માં ૭.૪ ટકા વધીને ૪૬૦ ટન થવાનો અંદાજ ચીનની અગ્રીમ હરોળની ઇન્ફર્મેશન પ્રોવાઇડર કંપનીએ આપી હતી. ચીનના લૅન્ડ ઍન્ડ રિસોર્સિસ મિનિસ્ટરે જુલાઈમાં બહાર પાડેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે નૉર્થ-ઈસ્ટર્ન પ્રોવિન્સ શેનડોન્ગ પ્રોવિન્સના પેટાળમાં ૬૪૮ ટન ગોલ્ડ રિઝર્વ પડી રહ્યું હોવાનું સંશોધન થયું હતું. ચીનના ૮૩ ટકા ગોલ્ડ રિઝર્વ ધરાવતા આ પ્રદેશમાં વધારાનો ગોલ્ડનો જથ્થો મળતાં ૨૦૧૪માં ગોલ્ડનું પ્રોડક્શન વધવાનો અંદાજ મુકાયો હોવાની ધારણા છે. ચીને ૨૦૧૩માં ૪૨૮.૨૦ ટન ગોલ્ડનું ઉત્પાદન કર્યું હતું અને ૧૧૭૬ ટન ગોલ્ડનો વપરાશ કર્યો હતો જે આગલા વર્ષથી ૪૧.૪ ટકા વધુ હતો.

સોનાની વધેલી ઇમ્પોર્ટથી CAD વધવાનો ખતરો

ભારતમાં જૂનમાં સોનાની આયાત ૬૫ ટકા વધીને ૩.૧ અબજ ડૉલર થતાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (CAD) ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચતાં યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડના સ્ટ્રૅટેજિક એડલ તુલીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ‘આવનારા મહિનાઓમાં સોનાની આયાત જૂનના વધારા કરતાં વધી શકે છે, જે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને ફરી વધારી શકે છે. જૂન મહિનામાં વધેલી સોનાની આયાતને કારણે સરકારને સોનાની આયાત ડ્યુટીનો નિર્ણય લેવા માટે હજી રાહ જોવાની ફરજ પડશે. આવનારા મહિનામાં સોનાની આયાત જો કાબૂમાં રહેશે તો જ સરકાર સોનાની આયાત ડ્યુટી ઘટાડવાની હિંમત કરી શકશે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports