Translate

BSE-NSE Ticker

Monday, July 14, 2014

સેક્સ લાઇફ-પાર્ટનર સાથે જ, પણ ઇમૅજિનેશનમાં બીજું કોઈક

માણસને માત્ર વાસ્તવિક સુખોથી જ સંતોષ નથી થતો, ક્યારેક કાલ્પનિક સુખોની ફૅન્ટસીની પણ તેને તરસ લાગતી હોય છે. આપણો ઇરાદો મેલો ન હોય - દિલ સાફ હોય તો બધું માફ છે


સોશ્યલ સાયન્સ - રોહિત શાહ

મારી ઉંમર ૩૨ વર્ષની છે. ચાર વર્ષની એક ડૉટર છે. મારા પતિ સાથે ખૂબ હૅપી મૅરિડ લાઇફ છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી હું કોઈ છૂપું પાપ કરતી હોઉં એવું ફીલ કરું છું. આડીતેડી વાતો કરીને તમારો સમય નથી બગાડવો. મૂળ વાત એટલી છે કે મને અને મારા પતિને સેક્સ ખૂબ ગમે છે. અમે દરરોજ રાત્રે સૂતાં પહેલાં એક વખત સેક્સ ભરપૂર એન્જૉય કરીએ જ છીએ. વી બોથ આર સૅટિસ્ફાઇડ વિથ ઇચઅધર. છતાં હમણાં-હમણાંથી હું મારા લાઇફ-પાર્ટનર સાથે સેક્સ એન્જૉય કરતી હોઉં છું ત્યારે કાલ્પનિક રીતે હું અન્ય પુરુષને મહેસૂસ કરું છું. જેને કલ્પનામાં હું જોઉં છું તે પુરુષ અમારી ફૅમિલીમાં ખૂબ પરિચિત છે. અમારી વચ્ચે કોઈ ખોટો અને ખાનગી સંબંધ પણ નથી. તે પુરુષને તો કદાચ ખબર પણ નહીં હોય કે તે મારી કલ્પનામાં કેવી નાજુક ક્ષણે આવી જાય છે. મારે તમને એટલું જ પૂછવું છે કે ફિઝિકલી ભલે હું પતિવ્રતા જ છું; પણ મારી ઇમૅજિનેશનમાં બીજો પુરુષ આવે, મારા લાઇફ-પાર્ટનરને બદલે હું જાણે તેના બાહુપાશમાં જ હોઉં અને તેની ભીંસ ફીલ કરતી હોઉં એ પાપ ગણાય કે નહીં? મારું ચારિત્ર્ય કલંકિત ગણાય કે નહીં?

આવો નિખાલસ એકરાર કરતી એક ઈ-મેઇલ મને મળી છે. આ વિગત વાંચ્યા પછી મારા ચિત્તમાં જે ફસ્ર્ટ ક્વેશ્ચન પ્રગટ્યો એ એ હતો કે જે વ્યક્તિ નિખાલસ હોય તેને કોઈ પાપ લાગે ખરું? પાપ તો લુચ્ચા અને મીંઢા અને સ્વાર્થી અને દગાબાજ અને જુઠ્ઠા લોકોને લાગે. જે જળમાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હોય એ જળ તો શુદ્ધ જ હોયને! ડહોળાયેલા અને દૂષિત જળમાં કદી સ્પષ્ટ પ્રતિબિંબ નથી દેખાતું.

આ નિખાલસ બહેનનું નામ મારે ડિક્લેર ન જ કરવાનું હોય. તેણે એવી કોઈ રિક્વેસ્ટ કરીયે નથી કે મારું નામ ગુપ્ત રાખજો. તેને તો બસ તેના સવાલ માટે મારો જવાબ કે અભિપ્રાય જોઈએ છે. તેણે કદાચ ઈ-મેઇલ દ્વારા જવાબની અપેક્ષા રાખી હશે, પણ મને લાગે છે કે આ કોઈ એક જ વ્યક્તિનો પ્રૉબ્લેમ નથી. આ પ્રકારની ફીલિંગ્સ તો ૮૦ ટકા કરતાં વધારે લોકોને થતી હશે. તન ભલે પવિત્ર હોય, મર્યાદામાં બંધાયેલું હોય; પણ મન ક્યારેક થોડુંક ભટકવા નીકળી પડતું હોય છે. હું એને સાવ નૉર્મલ બાબત સમજું છું.

ના, ના. શા માટે માત્ર નૉર્મલ? ખરેખર તો એ એક મસ્ત ફૅન્ટસી છે. મર્યાદાના કારણે, ઇજ્જતની બીકના કારણે, પાપના ડરને કારણે, બદનામીના જોખમને કારણે જ આપણે પાપથી દૂર રહેતા હોઈએ છીએને! બાકી દરેક ગલત કામ કરવામાં અધિક આનંદ આવતો હોય છે, ખરું કે નહીં? ગુરુજી વ્યાખ્યાન આપતા હોય અને આપણે મોડા પડ્યા હોઈએ તોય કેવા નફ્ફટ થઈને સૌથી આગળ જઈને ગોઠવાઈ જઈએ છીએ! મોડા આવીને આગળ જવું એ ગલત કામ છે, પણ એની લિજ્જત કુછ ઑર હી હૈ. પગારની આવક કરતાં રિશ્વતની આવક વધારે ગળચટ્ટી લાગે છે, કારણ કે એ ગલત કામમાંથી મળેલી છે. ટ્રાફિક-સિગ્નલ પર આપણે રેડ સિગ્નલ હોવા છતાં નીકળી જવા કોશિશ કરીએ અને પોલીસની નજર આપણા પર ન પડે તો આપણે રાજી થઈએ છીએ, કારણ કે આપણે ગલત કામ કર્યું છે. બાળકને તમે ગમેએટલી ચૉકલેટ ખાવા આપી હશે તો પણ ફ્રિજમાંથી ચોરી કરીને ખાધેલી એક ચૉકલેટનો તેને વધારે આનંદ મળશે. ઇન શૉર્ટ હરેક ગલત કામ કરને મેં જ્યાદા મઝા આતા હૈ, હૈ ના?

પેલી યુવતીને મારે એટલું જ કહેવું છે કે બહેન, જો તું પાપ-પુણ્યનાં પલાખાંમાં પડીશ તો દુ:ખી-દુ:ખી થઈ જઈશ. તું જે શ્વાસ લે છે એમાંય અનેક વાયુકાય જીવોની હિંસા થાય છે. શું તું શ્વાસ લેવાનું છોડી દઈશ? સામાજિક નીતિનિયમો અને કાનૂન વ્યવસ્થાનો હું સંપૂર્ણ રિસ્પેક્ટ કરું છું, પરંતુ એથી વિશેષ મારે મન નિજાનંદ છે. કોઈને નડ્યા વગર અને કોઈને અન્યાય કર્યા વગર હું મારી મસ્તી માણતો હોઉં તો ભલે મને દુનિયાભરનાં તમામ પાપ લાગે, મને કોઈ ફિકર નથી. કુદરતે આપણને માત્ર કષ્ટો જ વેઠવા અવતાર આપ્યો છે એવું તો નથીને? સપોઝ, કુદરતે કષ્ટો વેઠવા માટે જ આપણને પેદા કર્યા હોય તોય આપણે આપણી આવડતથી - આપણા પુરુષાર્થથી મનગમતાં સુખો ખોળી લઈએ તો એમાં કોનાથી ડરવાનું? શા માટે ડરવાનું?

બહેન, તેં જે પ્રૉબ્લેમ લખ્યો છે એ વાસ્તવમાં કોઈ પ્રૉબ્લેમ જ નથી. એવી ખાનગી ફૅન્ટસીના કારણે જ કેટલાંક કજોડાં કદાચ નભી જતાં હશે. તારે તો લાઇફ-પાર્ટનર સાથે સારું બને છે, તમે પરસ્પરથી સૅટિસ્ફાઇડ પણ છો; પરંતુ જેની પડખે ઊભા રહેવાનુંય પીડાકારક લાગતું હોય એવા લાઇફ-પાર્ટનર સાથે પડ્યું પાનું નિભાવી લેનાર ખાનદાન વ્યક્તિને આટલી ફૅન્ટસી ભોગવવાનો સંસ્કારસિદ્ધ અધિકાર છે. ઘણા પુરુષો પત્ની સાથે સેક્સ એન્જૉય કરતી વખતે કોઈ રૂપાળી-નખરાળી હિરોઇનને ઇમૅજિન કરીને આલિંગતા હોય છે અને ઘણી મહિલાઓ રોમાંચની ઉત્કૃષ્ટ સીમાએ કાલ્પનિક રીતે અન્યના હૂંફાળા બાહુપાશથી તરબતર થતી હોય છે.

તો પાપ જખ મારે છે

લાઇફ-પાર્ટનર સાથે સેક્સ એન્જૉય કરતી વખતે કાલ્પનિક રીતે પરાયા પુરુષનું સાંનિધ્ય માણવું એ સૂક્ષ્મ રૂપે તો ખોટું જ છે, કારણ કે એમ કરવાથી ભટકી જવાનું જોખમ છે. પરંતુ જો મનને વધારે બળજબરી કરીને રોકવાનો ઉદ્યમ કરશો તો એ વધારે પડતી ઊછળકૂદ અને તોફાન કરશે. દિલની દાનત ચોખ્ખી રાખવી અને મસ્ત ફૅન્ટસીને એન્જૉય કરવી. કાલ્પનિક સુખો ઘણી વખત તો આપણાં વાસ્તવિક દુ:ખોનો ઉપાય બની રહેતાં હોય છે. છેલ્લે એક જ વાત, સુખ એ સુખ છે અને આનંદ એ આનંદ છે. આપણે દરેક પ્રવૃત્તિ અલ્ટિમેટલી તો સુખ-આનંદ માટે જ કરીએ છીએને! પાપનો ભય તેને હોય જેનો ઇરાદો ભ્રષ્ટ હોય, આપણો ઇરાદો મેલો ન હોય તો પાપ જખ મારે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports