Translate

Saturday, July 12, 2014

ભારતમાં બંધાઈ રહ્યો છે એફિલ ટાવર કરતાય મોટો રેલ્વે બ્રિજ

કાશ્મીરમાં ચેનાબ નદી પર બંધાઈ રહ્યો છે આઇફલ ટાવર કરતાં પણ ઊંચો રેલવે-બ્રિજ, જમ્મુ ને બારામુલ્લાને ૫૫૨ કરોડ રૂપિયાના ખર્ચે જોડનારા આ પુલનું બાંધકામ ૨૦૧૬માં પૂરું થશે

ભારતના એન્જિનિયરો હિમાલયમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે-બ્રિજ બાંધી રહ્યા છે જેની ઊંચાઈ ૩૫૯ મીટર છે. આ બ્રિજ આઇફિલ ટાવર કરતાં પણ ૩૫ મીટર વધારે ઊંચો છે. ૨૦૧૬માં આ બ્રિજ બંધાઈને પૂરો થશે. જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર આ બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે. હાલમાં સૌથી ઊંચો રેલવે-બ્રિજ ચીનના ગુઇઝો પ્રાંતમાં છે. એની ઊંચાઈ ૨૭૫ મીટર છે.

ઇન્ડિયન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બ્રિજ એક એન્જિનિયરિંગ માર્વેલ હશે. આ બ્રિજની ડિઝાઇન એવી છે કે એ ધરતીકંપના આંચકા સહન કરી શકશે અને આ વિસ્તારમાં ભારે ઝડપથી ફૂંકાતા પવનો સામે પણ અડીખમ રહેશે. નદીમાં ધસમસતા પાણીના પ્રવાહને રોક્યા વિના આ બ્રિજ બાંધવામાં આવી રહ્યો છે અને એ જ મોટી ચૅલેન્જ છે. બ્રિજના ફાઉન્ડેશનના કામ માટે અપ્રોચ રોડ બાંધવામાં આવ્યા છે.’

આ બ્રિજનું બાંધકામ ૨૦૦૨માં શરૂ થયું હતું. જોકે સેફ્ટી અને આ બ્રિજ કેટલો વ્યવહારુ સાબિત થશે એ મુદ્દે ૨૦૦૮માં કામ અટકી પડ્યું હતું. જોકે બે વર્ષ પહેલાં એ ફરીથી શરૂ થયું હતું. ઇન્ડિયન રેલવેની કોંકણ રેલવે કૉર્પોરેશનની ટીમ આ ૫૫૨ કરોડ રૂપિયાના બ્રિજનું બાંધકામ કરી રહી છે.

આ બ્રિજ જમ્મુ અને બારામુલ્લાને જોડશે અને એથી એ બે સ્ટેશનો વચ્ચે હાલમાં પ્રવાસ માટે ૧૩ કલાકનો સમય લાગે છે, પણ બ્રિજ બનતાં એના પરથી માત્ર સાડાછ કલાકમાં આ પ્રવાસ કરી શકાશે.

૧૩૧૫ મીટર લાંબા આ બ્રિજમાં ૨૫,૦૦૦ ટન સ્ટીલ વાપરવામાં આવશે. આ વિસ્તારમાં પહોંચવું દુર્ગમ હોવાથી કન્સ્ટ્રક્શનની ઘણી આઇટમોને હેલિકૉપ્ટરથી લાવવામાં આવે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports