Translate

Saturday, July 12, 2014

ભીની ભીની ઋતુ છે

શિયાળો બેસી ગયો કે ઉનાળો બેસી ગયો એમ કહેવાય, પણ વરસાદ બેસી ગયો એમ ન કહેવાય. હકીકતમાં વરસાદ બેસી જાય તો આપણે ઊભા થઈ જવું પડે.



અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


૨૦૧૪માં ઓછા વરસાદના કારણે દુષ્કાળનો ઓછાયો અનેક રાજ્યો પર તોળાઈ રહ્યો છે. આકાશથી વરસતી અમીકૃપા આપણા હાથમાં નથી. આપણે તો માત્ર પ્રતીક્ષા કરવાની હોય. હતાશામાં લાકડી ફટકારીને વાદળીનું પાણી પાડી ન શકાય. ગમે એટલા ટેક્નૉલશૅજીસૅવી થઈએ, અમુક હુકમનાં પત્તાં કુદરત પાસે જ રહેવાનાં. એની કૃપા વરસે ત્યારે માત્ર ધરતીને જ નહીં, આખા અસ્તિત્વને લીલુંછમ કરી મૂકે. પ્રવીણ શાહ એને શબ્દકંકુથી વધાવે છે.

આ ધરા અમીરસ થકી તરબોળ છે

ભીની ભીની પ્યાસ લઈ ચાલ્યા કરો

પ્યાસ સનાતન છે. તરસ લાગી અને પાણી પીધું પછી પણ તરસ તો લાગવાની છે અને આપણે એને છીપાવવાની છે. પ્રક્રિયા ચાલુ રહેશે. સવાલ એ છે કે શરીર ટકાવવાની આ જરૂરિયાત દરમ્યાન જિંદગી કેવી જિવાય છે. એ ટકાવવામાં જ વીતી જાય તો ઉન્નતિ અટકી પડે. દા. ત. સરકાર ભાડાં વધારી કરોડો રૂપિયાની આવક વધારે, પણ એમાંથી ૭૦ ટકા પગાર ને પેન્શનમાં વપરાવાની હોય તો વિકાસ માટે શું બચે? એ જ રીતે શ્વાસો જો માત્ર દેહ ટકાવવામાં જ ખર્ચાઈ જાય તો જિંદગી ઉજાળવા માટે સિલક કેટલી બચે? આ પ્રાણવાન પ્રશ્નેને વિરામ આપી ભીની-ભીની મોસમને શોભે એવા ભગવતીકુમાર શર્માના શેરને ઇર્શાદ કરીએ.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું

વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું

યાદનો વરસાદ હંમેશાં ભીનોછમ હોય. એમાં વહેવાનું પણ ગમે અને તણાવાનું પણ. અતીતરાગ એક એવો રાગ છે જેમાં વિષાદ હોય છતાંય વહાલો લાગે. ક્ષણોને ફરી જીવી શકાતી નથી, પણ સ્મરી જરૂર શકાય. હાયવલૂરા ને ભાગદોડ કરતી હયાતી જ્યારે બાલ્કનીમાં ટાઢકથી બેસે એવા સમયે ઝરમર- ઝરમર વરસાદ પડી રહ્યો હોય, હાથમાં ગરમ મસ્સાલ ચાનો કપ હોય, ટીવીનો કોઈ ઘોંઘાટ ન હોય ને આપણે સ્થિર નજરે બારીની બહાર જોતાં-જોતાં કોઈની યાદમાં ખોવાઈ જઈએ એ ક્ષણો ખરા અર્થમાં રૂપેરી હોય છે. મનને આવું ટૉનિક મળતું રહે તો પીડા કમ સે કમ થોડા સમય માટે ક્યાંક છુપાઈ જાય. આ ક્ષણોના સમર્થનમાં કીર્તિકાન્ત પુરોહિતનો શેર સાંભળીએ...

સળવળી જ્યાં એક ભીની યાદ અલગારી

જખ્મની યાદી ઉપર મેં ચોકડી મારી

આ ક્ષણો પવિત્ર છે. એમાં મજા અને સજાનું મિશ્રણ હોય છે. એમાં સ્મિત સાથે રુદન પણ ભળેલું હોય. કોઈ ખડખડાટ ક્ષણ આવીને આપણને સાતમા આસમાને પહોંચાડી દે. પછી મનગમતું જણ ન પામ્યાનો અફસોસ સાતમા આસમાનેથી સીધા ખાઈમાં ફંગોળે. ફૂટબૉલની જેમ ફંગોળાતી ક્ષણો બેઠાં-બેઠાં પણ વર્ષોનો પ્રવાસ ખેડી આવે. લક્ષ્મી ડોબરિયા આ ક્ષણોને આત્મસાત કરે છે...

આંખ ભીની ને હોઠ હસતા હો

ખાલીપાનો રુઆબ હોઈ શકે!

ખાલીપો વધારે ખપમાં લાગતો નથી, એકાંત ખપમાં લાગી શકે છે. ખાલીપામાં વિષાદ વધારે છે, જ્યારે એકાંતને તમે સમૃદ્ધ કરી શકો અથવા એકાંત તમને સમૃદ્ધ કરી શકે. ઘણી વાર એમ લાગે કે સંપર્કને કારણે મળ્યા, પણ •ણાનુબંધ નહીં હોય એટલે જોડાઈ ન શક્યા. ઘણી વાર માઈલો જોજન દૂરની વ્યક્તિ સાથે તાર સંધાઈ જાય અને સંપર્કનો અતોપતો ન હોય. ટેલિપથીના માધ્યમથી વહેતી સિમ્પથી હવામાં તરતી સંવેદનાને ઉજાગર કરે છે. દિનેશ ડોંગરે ‘નાદાન’નો  શેર આવી જ એક શક્યતા દર્શાવે છે...

આપણી વચ્ચે નથી સંબંધ કંઈ

તો પછી કાં આંખ ભીની થાય છે?

           ક્યા બાત હૈ!

ઉકેલી વાત અગર થૈ જશે નજર ભીની,

કવરમાં આજ રવાના કરી ખબર ભીની

નજીક કોઈ સ્વજન શક્ય છે કે આવ્યું હો,

નહીં તો આમ અચાનક ન હો કબર ભીની

જનમજનમનો મને શાપ કોઈએ દીધો,

જનમજનમથી નયનમાં અવરજવર ભીની

કહી શકાયું ન કોઈને કોઈ કારણસર,

રહ્યા કરે છે મને કાયમી અસર ભીની

નહીં સુકાઈ શકે જો જરાક ભીંજાશે,

અતીત યાદ કરી આંખને ન કર ભીની

- અશોક ચાવડા ‘બેદિલ’

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
19:30 Wholesale Inventories 1 0.3% 0.3% 0.3%
20:00 EIA Crude Oil Stocks Change 1 2.553M 2.200M 6.165M
20:45 Fed's Musalem speech 2
21:15 Fed's Barkin speech 2
22:30 10-Year Note Auction 1 4.435% 4.310%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
04:31 RICS Housing Price Balance 1 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Initial Jobless Claims 2 223K 219K
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener