Translate

Tuesday, July 29, 2014

ભાઈંદર (વેસ્ટ)માં 60 CCTV કૅમેરા વચ્ચે બાવન જિનાલયમાં તસ્કરોની જબરદસ્ત હાથસફાઈ

ભંડારમાંથી નોટો અને ભગવાનનો મુગટ ચોરી ગયા : ટ્રસ્ટીઓ વિશેષ બેઠક બોલાવીને સિક્યૉરિટી વધારવાનો નિર્ણય લેશે


પ્રીતિ ખુમાણ ઠાકુર

ભાઈંદર (વેસ્ટ)માં દેવચંદનગરમાં આવેલા લગભગ ૨૭ વર્ષ જૂના અને મહારાષ્ટ્રના સૌથી પહેલા એવા બાવન જિનાલયમાં રવિવારે રાતે બે વાગ્યાથી સવારે ૪.૩૩ વાગ્યા સુધી એટલે કે અઢી કલાક ચોરો કોઈના પણ ડર વગર અંદર ફરી રહ્યા હતા અને ૬૦ કૅમેરા હોવા છતાં દેરાસરના ભંડારમાંથી ચતુરાઈપૂર્વક નોટો અને ભગવાનની પ્રતિમાનો મુગટ લઈને ભાગી ગયા હતા. આ ઘટના બાદ દેરાસરના ટ્રસ્ટીઓ ગંભીર પગલાં લેવા એક બેઠક બોલાવવાના છે.

સંઘના મેમ્બર પીયૂષ ધામીએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જિનાલયના શિખર પર આવેલા દરવાજાના સળિયાને લાઇટ ધરાવતાં મશીન દ્વારા ચોરોએ કાપી નાખ્યા હતા. ત્યાર બાદ તેમણે અંદર રહેલા કૅમેરાને ઊલટો કરી નાખ્યો અને ૨-૩ કૅમેરાને તોડી નાખ્યા હતા. ત્યાં રહેલા ભંડારનાં મિજાગરાં ખોલીને એમાંથી પૈસા અને ચોખા બહાર કાઢ્યા હતા. ચોરો ચિલ્લર છોડીને જેટલી નોટો હતી એ બધી જ લઈ ગયા છે. ઉપરાંત શિખરના મૂળ નાયક ભગવાનની પ્રતિમા પરના દોઢથી બે કિલોનું વજન ધરાવતા ચાંદી તેમ જ ધાતુઓના મુગટ અને પૈસાને લઈને ભગવાનના અંગલૂંછણામાં ભરીને ૪.૩૩ વાગ્યે તેઓ પાછળના દરવાજાથી નીકળી રહ્યા હોય એ પણ દેખાઈ રહ્યું છે. આ ચતુર ચોરો પાછળના દરવાજે સાત પથ્થરનો થર બનાવીને બહાર નીકળ્યા હતા. સવારે જ્યારે પાંચ વાગ્યે પૂજારી અને અમુક શ્રદ્વાળુઓ મંદિર પહોંચ્યા ત્યારે દેરાસરમાં સામાન જેમ-તેમ પડ્યો હોવાથી આખા બનાવની ખબર પડી હતી. કૅમેરામાં બે ચોરો કેદ થયા છે, પણ તેમનાં મોઢાં પર રૂમાલ અને આંખે બ્લૅક કલરનાં ચશ્માં પહેરેલાં હોવાથી ઓળખાઈ નથી રહ્યા.’

શ્રી શંખેશ્વર બાવન જિનાલય જૈન સંઘના નવા બનેલા પ્રમુખ માંગીલાલજી શાહે ‘મિડ-ડે’ને આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘છ મહિનાથી વધુ સમય ન ખોલાયેલા ભંડારેમાંથી ચોરોએ ચોરી કરી હોવાથી એમાં ૨૫થી ૫૦ હજાર રૂપિયા હોઈ શકે છે. આ ઘટના બાદ જિનાલયના ટ્રસ્ટીઓએ એક વિશેષ બેઠક બોલાવી છે. મેં રાતના ડ્યુટી પરના બન્ને વૉચમેનો સાથે વાત કરી તો વરસાદ આવતો હોવાથી તેઓ દેરાસરની અંદર આવીને થોડી વાર સૂઈ ગયા હતા. સુરક્ષારૂપે થોડા વખતથી જિનાલયમાં રાતે ૮ વાગ્યાથી દેરાસરનો ઘંટ વગાડીએ છીએ, જેમ કે ૮ વાગ્યા હોય તો ૮ ટકોરા અને ૧૨ વાગ્યે તો ૧૨ ટકોરા વગાડવામાં આવે છે, જેથી વૉચમેન જાગતા રહે અને આસપાસના લોકો પણ અલર્ટ રહે. જોકે આ બનાવ બાદ હવે અમે દેરાસરમાં સિક્યૉરિટી બેલ રાખવાનું વિચારી રહ્યા છીએ. આથી કોઈ પણ અજાણી વ્યક્તિ મંદિરની કોઈ પણ વસ્તુને હાથ લગાવે કે તરત જ બેલ વાગવા લાગે તેમ જ દેરાસરમાં થતી જ બધી જ ઍક્ટિવિટી અમુક ટ્રસ્ટીઓના મોબાઇલમાં પણ દેખાય એવી પણ વ્યવસ્થા કરવાના છીએ.’

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports