Translate

Wednesday, July 9, 2014

સ્વિસ બૅન્કમાં કોઈનાં નાણાં નથી: સરકારને આવેલો સત્તાવાર જવાબ

ભારતને ચાર દિવસ પહેલાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય રહેવાસીઓ સ્વિસ બૅન્કમાં પોતાના નામે અથવા અન્ય કોઈ હસ્તી મારફતે ઍસેટ્સ ધરાવતા હોય એવી કોઈ યાદી સ્વિટઝરલૅન્ડ પાસે નથી.


મંગળવારે રાજ્યસભામાં આ માહિતી આપવામાં આવી હતી. જોકે આ બાબતે ભારત સરકારનું કહેવું છે કે સ્વિસ નૅશનલ બૅન્કે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું હતું કે ભારતીયો સ્વિટઝરલૅન્ડની બૅન્કોમાં ૨૦૧૩ના અંતે ૧૪,૧૦૦ કરોડ રૂપિયાની ડિપોઝિટ ધરાવે છે. એક વર્ષ પહેલાં આંકડો ૮૫૪૭ કરોડ રૂપિયા હોવાનું પણ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.

નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં શાંતારામ નાઈકના પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે સરકારે ૨૩ જૂને સ્વિસ સત્તાવાળાઓને પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ પ્રસાર માધ્યમોમાં સમાચાર આવ્યા હતા કે ભારતીયો સ્વિસ બેન્કમાં મોટા પ્રમાણમાં નાણાં ધરાવે છે.

ભારત સરકારે ડાયરેક્ટ ટૅક્સ અવૉઇડન્સ કન્વેન્શન (DTAC)ની કલમ ૨૬ની જોગવાઈઓ મુજબ લખેલા પત્રનો જવાબ સ્વિસ સત્તાવાળાઓએ ૪ જુલાઈના પત્ર દ્વારા આપ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયો સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં ઍસેટ્સ ધરાવતા હોય એવી કોઈ યાદી તેમની પાસે નથી.

સરકારે વિદેશમાં રખાયેલાં કાળાં નાણાં પાછાં લાવવા માટે કયાં પગલાં લીધાં છે એ વિશેના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે નાણાં મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂવર્‍ ન્યાયમૂર્તિ એમ. બી. શાહના વડપણ હેઠળ વિશેષ તપાસટુકડીની રચના કરી છે. ટુકડીનું કાર્ય ચાલી રહ્યું છે.  

ઈશ્વરલાલ શંકરલાલ જૈનના બિનતારાંકિત પ્રશ્નના જવાબમાં નાણાં ખાતાનાં રાજ્યકક્ષાનાં પ્રધાન નર્મિલા સીતારામને પણ કહ્યું હતું કે સ્વિસ સરકારે કાળાં નાણાં ધરાવતા શકમંદ ભારતીયોની કોઈ યાદી નથી આપી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports