Translate

Tuesday, July 8, 2014

ટુરિઝમના વિકાસ માટે ધાર્મિક સ્થળોની ટ્રેનોની જાહેરાત

દેશમાં ટુરિઝમને વિકસાવવા માટે રેલવેએ

આજે
દેશના કેટલાંક ધાર્મિક સ્થળોને જોડતી કેટલીક ટુરિસ્ટ ટ્રેનોની પણ જાહેરાત કરી છે .

વર્ષ 2014-15 માટેનું રેલ બજેટ રજૂ કરતાં રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ દેવી સર્કિટ , જ્યોતિર્લિંગ સર્કિટ , જૈન સર્કિટ વગેરે જેવા ધાર્મિક સ્થળોને સાંકળી લેતી ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી હતી .

ઉપરાંત NDA સરકારના પ્રથમ રેલ બજેટમાં ક્રિશ્ચિયન સર્કિટ , મુસ્લિમ - સુફી સર્કિટ , શિખ સર્કિટ , બૌધી સર્કિટ અને દેશના અન્ય જાણીતા મંદિરો અને ધર્મસ્થળો માટે ટ્રેનો શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે .

ધાર્મિક સ્થળોએ રેલ સેવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે , તેમ રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ આજે રેલ બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું .

રેલવેએ ગદગથી પંઢરપુરની ટુરિસ્ટ ટ્રેનની દરખાસ્ત કરી છે . રૂટમાં બગલકોટ , બિજપુર અને સોલાપુર પણ આવી જાય છે અને તે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક પર્યટન સ્થળોને પણ કવર કરી લે છે .

રામેશ્વરથી શરૂ થનારી ટુરિસ્ટ ટ્રેન બેંગલુરુ , ચેન્નઈ , અયોધ્યા , વારાણસી અને હરિદ્વારને સાંકળી લેશે . રેલ બજેટમાં સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના કાર્યો દર્શાવતી વિશેષ ટ્રેન શરૂ કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports