Translate

BSE-NSE Ticker

Thursday, July 3, 2014

મોદીએ 2013માં શું કહ્યું, બજેટમાં શું કરશે?

નવી દિલ્હી : પહેલી માર્ચ 2013 ની ઇટીની બજેટ આવૃત્તિમાં નરેન્દ્ર મોદીએ એક લેખ લખ્યો હતો અને બજેટ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો હતો . તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા . હવે તેઓ વડાપ્રધાન છે અને એક સપ્તાહ બાદ તેમની સરકાર બજેટ રજૂ કરવાની છે .

મોદીએ ઇટી માટે જે લેખ લખ્યો હતો તેના પરથી અંદાજ મળી શકે કે ભારતના વર્તમાન વડાપ્રધાનના મતે સારું બજેટ કોને કહેવાય . મોદીએ ૨૦૧૩માં મુજબ લખ્યું હતું જેના પરથી 2014 માટે થોડા સંકેત મળી શકે .

સલામત રહેવાની નીતિ છોડો : બજેટ દ્વારા યુપીએ સુરક્ષિત રહેવા માંગે છે . મોદીએ મનમોહન સિંઘના બજેટની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે યુપીએ સરકાર મોટા વિચારો ધરાવતી નથી . હવે 2014 ના બજેટમાં મોદી સ્વયં સુરક્ષિત રમત થી દૂર રહેશે તેવું ધારી શકાય . હું બધું બદલી નાખીશ એવા ચૂંટણીલક્ષી દાવા સાથેના રાજકારણમાં આવો વિકલ્પ રહેતો નથી .

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકડ ફાળવો : મોદીએ 2013 માં લખ્યું હતું , “ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ .55 લાખ કરોડની જરૂરિયાત છે ત્યારે બજેટમાં માત્ર રૂ .50,000 એકત્ર કરવાનો પ્રયાસ કરાયો છે . તેમણે મોટા પ્રોજેક્ટની અવગણના થઈ હોવાનું જણાવ્યું હતું . મોદીના આગામી બજેટમાં મોટા પ્રોજેક્ટ માટે જંગી નાણાંની જોગવાઈ થાય છે કે નહીં તે જોવાનું રહેશે .

યુવાનોમાં કૌશલ્યવર્ધન : યુપીએ સરકારે સ્કીલ ડેવલપમેન્ટ માટે માત્ર રૂ .1,000 કરોડ ફાળવ્યા છે . તેની સામે એકલા ગુજરાતે કૌશલ્યવર્ધન માટે રૂ .800 કરોડની ફાળવણી કરી છે . તેમ મોદીએ કહ્યું હતું .

તેમણે લખ્યું હતું કે અમેરિકા જેવા ધનિક દેશો પણ કૌશલ્યની અછત દૂર કરવા માટે વધારે નાણાં ખર્ચે છે . 2013-14 ના ચૂંટણીપ્રચારમાં પણ વાત છવાયેલી હતી . મોદી નરેગા જેવી રોજગાર યોજનામાં સાથે પણ કૌશલ્યવર્ધનના કાર્યક્રમને સામેલ કરવા માંગે છે . બજેટ 2014 માં કેટલાક સ્માર્ટ આઇડિયાની આશા રાખી શકાય .

રાજકોષીય દૃઢીકરણ : યુપીએના રાજકોષીય ખાધના લક્ષ્યાંક અંગે મોદીએ ઇટીમાં લખ્યું હતું કે ટેક્સની આવક વધારવાના અને ટેક્સ વસૂલાતને કાર્યક્ષમ બનાવવાનાં પગલાં વગર રાજકોષીય ખાધના લક્ષ્યાંકને પાર પાડવા જતા વિકાસકાર્યમાં મૂડીની તંગી સર્જાશે . ઘણા નિષ્ણાતોએ પણ વાત કરી છે . મોદી હવે મુદ્દે શું કરે છે તે જોવાનું રહેશે . જો તેઓ પ્રામાણિક રીતે ખાધમાં તીવ્ર ઘટાડો કરી શકશે તો તેમની મોટી સિદ્ધિ ગણાશે .

રાજ્યોને સત્તા : મોદીએ કહ્યું હતું કે , “ રાજ્યો કેન્દ્રને વિનંતી કરી રહ્યા છે કે ભરોસાની ખામી દૂર કરવામાં આવે . તેમણે સ્રોતની ફા ળવણીમાં અસંતુલનની ફરિયાદ કરી હતી .

ઘણા વડાપ્રધાનો અને નાણામંત્રીઓ કેન્દ્રીય બજેટમાં ફેડરલિઝમના મુદ્દાને ધ્યાનમાં લેતા નથી . પરંતુ મોદી કદાચ અલગ વલણ ધરાવતા હશે . રાજ્યોની મંજૂરી મળે પછી જીએસટી લાગુ થઈ શકે તેમ છે . 2013 માં તેમણે ભરોસાની ખામીની જે વાત કરી હતી તે કદાચ 2014 માં દૂર કરી શકાય .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports