Translate

BSE-NSE Ticker

Thursday, July 3, 2014

મહિલા છું એ જ મારો અપરાધ : પ્રીતિ ઝિન્ટા

ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ તથા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની કિંગ્સ ઇલેવન પંજાબ ટીમના કો-ઓનર નેસ વાડિયા વિરુદ્ધ અભદ્ર વ્યવહાર મામલે પોતાની ચુપકીદીને તોડતાં ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે પોલીસ-ફરિયાદ પાછળ તેનો કોઈ ગુપ્ત ઇરાદો નથી.


વળી તેને સસ્તી લોકપ્રિયતાની પણ કોઈ જરૂર નથી. પ્રીતિ ઝિન્ટાએ કરેલી ફરિયાદને પગલે મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. ૩૯ વર્ષની પ્રીતિ ઝિન્ટાએ બિઝનેસમૅન તથા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ વિરુદ્ધ કરેલી ફરિયાદ બાબતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના પેજ 'Real Preity Zinta' પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તેણે કહ્યું છે કે પોલીસમાં ફરિયાદ કરવાના તેના નિર્ણય પર કેટલાક લોકોએ ઉઠાવેલા પ્રશ્નોને કારણે તે દુખી છે.

શા માટે કરી ફરિયાદ

ફેસબુક પર પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે ‘શા માટે મેં પોલીસ ફરિયાદ કરી? કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી મેં ચેતવણી આપી હતી. એથી મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો. મુખ્ય વાત એ છે કે શારીરિક હિંસા તથા આક્રમક વર્તનને સહન ન કરી શકાય. ભલે કોઈ શ્રીમંત હોય કે ગરીબ, પુરુષ હોય કે સ્ત્રી, સેલિબ્રિટી હોય કે નહીં.’

અંગત બાબત નથી

પ્રીતિ ઝિન્ટાએ વધુમાં કહ્યું હતું કે ‘અંગત બાબતમાં હું પોલીસ-ફરિયાદ શા માટે કરું? અંગત બાબત? ખરેખર? અમારા વચ્ચેનો એ સંબંધ તો ૨૦૦૯માં પૂરો થઈ ગયો હતો. મને યાદ પણ નથી કે એ સમયે શું થયું હતું અને એ સમયના કોઈ મુદ્દા માટે હું પોલીસ પાસે ગઈ હોઉં. અમારા સંબંધ-વિચ્છેદને છ વર્ષ થઈ ગયાં છે. એથી આ કંઈ અંગત બાબત નથી.’

રૂપિયા માટે ફરિયાદ

શરૂઆતથી જ IPL મારો પ્રોજેક્ટ હતો એની સાબિતીરૂપે હું કહેવા માગું છું કે બિડ માટે મેં મારા પાંચ કરોડ રૂપિયા ઉપરાંત નેસના પાંચ કરોડ રૂપિયા પણ ભર્યા હતા જેની સાબિતી ક્રિકેટ બોર્ડ પાસે છે. જોકે તેણે (નેસે) પાંચ કરોડ રૂપિયા થોડા મહિના બાદ મને પાછા આપી દીધા હતા. કોઈ વ્યાજ ચૂકવ્યું નહોતું. એથી એવી આશા રાખું છું કે આવી વાતો કાયમ માટે બંધ થાય.

પબ્લિસિટી સ્ટન્ટ

પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે ‘કોઈ પણ વ્યક્તિ પબ્લિસિટી માટે આવું ન કરે. મને આવી ચીપ પબ્લિસિટી નથી જોઈતી.’

ફરિયાદ બાદ તરત અમેરિકા જવાની બાબતે સ્પષ્ટતા કરતાં તેણે કહ્યું હતું કે અમેરિકામાં મારે કેટલુંક કામ હતું, જેને હું અવગણી શકું એમ નહોતી.

પ્રીતિ ઝિન્ટાએ કહ્યું હતું કે ‘પોલીસમાં કરવામાં આવેલી આ કોઈ અર્થહીન ફરિયાદ નથી. હું ભૂતકાળમાં પણ ક્યારેય જુઠ્ઠું નથી બોલી, ભલે એને કારણે મને લાભ થતો હોય. હું આ દેશની એક જવાબદાર નાગરિક છું. મારો એકમાત્ર ગુનો કે હું એક મહિલા છું જે તેના જ એક સમયના પ્રિયજન દ્વારા સતત અભદ્ર વ્યવહાર, ધમકી તથા કામના સ્થળે થતા અપમાનને કારણે એવા તબક્કે પહોંચી ગઈ હતી કે એથી વધુ સહન કરી શકું એમ નહોતી.’

મહિલા શક્તિ વિશે પોતાનો અવાજ બુલંદ કરતાં તેણે કહ્યું હતું કે ‘મહિલા સામે હિંસા આચરવી ન જોઈએ. જે મહિલા એની સામે અવાજ ઉઠાવે છે લોકો તેના હેતુ પર જાત-જાતની શંકાઓ ઉઠાવે છે. આ લડાઈ હું મારી જાત માટે લડી રહી છું. એ કોઈ પરિવારની સામે નથી, પણ વ્યક્તિગત છે. જો મીડિયા એને મોટો મુદ્દો બનાવે એમાં હું શું કરું. મેં કોઈ પ્રેસ-કૉન્ફરન્સ નહોતી બોલાવી, મેં તો મીડિયાને મારી પ્રાઇવસી જાળવવાની અપીલ પણ કરી હતી.’

નેસ વાડિયાએ આપ્યાં ૯ સાક્ષીઓનાં નામ

નેસ વાડિયાએ પ્રીતિ ઝિન્ટાએ કરેલી ફરિયાદને ખોટી ગણાવી છે. અભદ્ર વ્યવહારના કેસમાં નેસ વાડિયાએ ૯ સાક્ષીઓનાં નામો મોકલીને તેમનાં સ્ટેટમેન્ટ લેવાની માગણી કરી છે. નેસ વાડિયાએ પોલીસને કાગળ લખીને કહ્યું હતું કે આ તમામ લોકો ૩૦ મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPL મૅચ દરમ્યાન હાજર હતા. તેમનાં નામો સેરેઇકા લાલ, લૉરેટા જોસેફ, પૂજા દાદલાણી, ઍનેલિની ઍડમ્સ, ફારાહ ઉમરભોય, સ્વીટી બર્મન, કમલેશ શાહ, રાયન મુસ્તફા તથા શરત નાથ.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports