Translate

Friday, July 4, 2014

નવા ઇસ્લામિક રાષ્ટ્ર અને ખલીફાની જાહેરાતથી સોનામાં જળવાતી તેજી

જર્મની-અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સોનામાં મંદીનો સંકેત આપનારા ૨૦૧૪નાં બે ક્વૉર્ટરમાં સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૯.૬  ટકાની તેજી



બુલિયન બુલેટિન - મયૂર મહેતા


ઇરાક અને સિરિયામાં જેહાદ જગાડનારા સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા) દ્વારા નવું ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની અને આ સંગઠનના વડા અબુ બકર અલ બગદાદીને ખલીફા બનાવવાની જાહેરાત કરાતાં ઇરાક ક્રાઇસિસે નવો વળાંક લીધો હતો. યુક્રેનના ઈસ્ટર્ન રીજનમાં રવિવારે પણ રશિયન સમર્થકો દ્વારા અટૅક ચાલુ રહ્યા હતા. ઇરાક, રશિયા, યુક્રેન, યુગોસ્લાવિયા, ઇઝરાયલ, પૅલેસ્ટીન, લિબિયા વગેરે સહિત વિશ્વના અનેક દેશોમાં અશાંતિનો માહોલ દિવસે ને દિવસે વધી રહ્યો હોવાથી સોનાની સેફ હેવન અપીલ મજબૂત બની રહી છે એને કારણે સોનાના ભાવમાં મજબૂતી જળવાયેલી હતી. ૨૦૧૪ના આરંભથી વૈશ્વિક અશાંતિને પગલે સોનાના ભાવ અત્યાર સુધીમાં ૯.૬ ટકા વધ્યા છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોમવારે સવારે ગયા સપ્તાહની મજબૂતાઈને પગલે સોનું ૧૩૧૫.૨૦ ડૉલર ખૂલ્યું હતું, પણ જર્મનીના રીટેલ સેલ્સના ડેટા નબળા આવતાં સોનું ઘટીને ૧૩૧૨ ડૉલર સુધી ગયા બાદ સાંજે સોનું વધીને છેલ્લે ૧૩૧૪.૭૦ ડૉલર રહ્યું હતું. અન્ય મેટલમાં ચાંદી ૨૦.૯૨ ડૉલર, પ્લૅટિનમ ૧૪૮૪ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૪૭ ડૉલર હતો.

સતત બીજા ક્વૉર્ટરમાં તેજી

રશિયા-યુક્રેન ટેન્શન અને ત્યાર બાદ ઇરાક ક્રાઇસિસને પગલે સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૨૦૧૪ના આરંભથી વધી રહ્યા છે. ૨૦૧૩માં આખા વર્ષ દરમ્યાન ગોલ્ડના ભાવ ૨૮ ટકા ઘટ્યા બાદ ૨૦૧૪ના આરંભથી અત્યાર સુધીમાં ૯.૬ ટકા સોનાના ભાવ વધ્યા છે. ૨૦૧૪ના જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં સાત ટકા અને એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં સોનાના ભાવમાં ૨.૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. અગાઉ સતત બે ક્વૉર્ટર સુધી સોનાના ભાવ વધ્યા હોવાથી એવી ઘટના ૨૦૧૧માં બની હતી. સોનાની સાથે-સાથે ચાંદી, પ્લૅટિનમ, પૅલેડિયમમાં પણ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભાવ વધ્યા હતા.

ટેક્નિકલી તેજીતરફી અંદાજ

ઇરાક ક્રાઇસિસ ઉપરાંત અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં બે મહિનાની નીચી સપાટીએ પહોંચી જતાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ટેક્નિકલ ઍનલિસ્ટો અનુસાર સોનાનો ભાવ વધીને ૧૩૬૫ ડૉલર થશે એવું સિંગાપોરની ફિલિપ કૉમોડિટીના ઍનલિસ્ટે જણાવ્યું હતું. હૉન્ગકૉન્ગના એક ટ્રેડરના મતે ટેક્નિકલી સોનાના ભાવ વધીને ૧૩૩૫ ડૉલર થશે. બ્રિટિશ મલ્ટિનૅશનલ કંપની બાર્કલેના ઍનલિસ્ટના મતે સોનાના ૧૩૦૦ ડૉલર ઉપરના ભાવ કોઈ રીતે જસ્ટિફાઈ નથી. અમેરિકાની ઇકૉનૉમી અને વર્લ્ડ ઇકૉનૉમીનું ચિત્ર જોતાં ઇરાક અને યુક્રેન-રશિયા ક્રાઇસિસ પૂરી થયા બાદ સોનાના ભાવ ઝડપથી ઘટશે.

ઇકૉનૉમિક ડેટા નિર્ણાયક

ઇરાક ક્રાઇસિસનું ડેવલપમેન્ટ ઉપરાંત ચાલુ સપ્તાહે ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મહત્વની મીટિંગ અને અમેરિકાના જૂન મહિનાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા સોનાના ભાવ માટે નિર્ણાયક સાબિત થશે. યુરો-ઝોન ઇન્ટરેસ્ટ રેટ ઘટાડીને ૦.૧૫ ટકા કર્યા બાદ ફુગાવો ધીમી ગતિએ વધતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા સ્ટિમ્યુલસ પૅકેજ વિશે મીટિંગમાં શું નિર્ણય લેવામાં આવે છે એ ગોલ્ડના ભાવિ માટે અગત્યનું બની રહેશે. અમેરિકાના જૂન મહિનાના નૉન-ફાર્મ પે-રોલ ડેટામાં જો વધારો થશે તો એના આધારે બૉન્ડ-બાઇંગમાં વધુ કાપ મૂકવાનો નિર્ણય અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય વહેલો લેવાશે જો ગોલ્ડની તેજી માટે નેગેટિવ રહેશે.

હેજફન્ડો-મની મૅનેજરો તેજીમાં

અમેરિકાનાં હેજફન્ડો અને મની મેનેજરોએ સોના-ચાંદી બન્ને કીમતી મેટલમાં બુલિશ પોઝિશન ગયા સપ્તાહમાં વધારી હતી. કૉમોડિટી ફ્યુચર ટ્રેડિંગ કમિશનના ડેટા અનુસાર હેજફન્ડો અને મની મૅનેજરોએ ગયા સપ્તાહમાં સોનામાં બુલિશ પોઝિશન ૪૧.૮ ટકા વધારીને ૧.૧૪.૩૫૬ કૉન્ટ્રૅકટની કરી હતી, જ્યારે ચાંદીમાં બુલિશ પોઝિશન આગલા સપ્તાહની ૫૧૩૪ કૉન્ટ્રૅક્ટથી વધારીને ૨૪,૭૫૭ કૉન્ટ્રૅકટની કરી હતી.

સોનાની ઇમ્પોર્ટ પરનાં નિયંત્રણો દૂર કરવાની દરખાસ્ત તૈયાર

કેન્દ્રીય કૉમર્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે કૉમર્સ મંત્રાલયે ફાઇનૅન્સ મિનિસ્ટરને સોનાની ઇમ્પોર્ટ પરનાં નિયંત્રણો દૂર કરવાની દરખાસ્ત મોકલી આપી છે. તેમણે જણાવ્યું હતું કે સોનાની વધી રહેલી  આયાતને કારણે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધી હતી, પણ હવે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ કાબૂ હેઠળ છે. સરકાર પર જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટરોનું સોના પરની ડ્યુટી ઘટાડવાનું મોટું દબાણ છે. જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સર્ટરોનું બૅલૅન્સ ઑફ પેમેન્ટ સિચુએશનમાં મોટું પ્રદાન છે. ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને નાણાપ્રધાનને આપેલા બજેટ વિશેના મેમોરન્ડમમાં ગોલ્ડ ઇમ્પોર્ટની ૮૦:૨૦ સ્કીમ બંધ કરવાની અને ઇમ્પોર્ટ ડ્યુટી હાલની ૧૦ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની માગણી છે. ઓલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના મતે ગોલ્ડ ઇમ્પોર્ટની ૮૦:૨૦ સ્કીમ તદ્દન નિષ્ફળ ગઈ હોવાથી આ સ્કીમ ચાલુ રાખવાથી કોઈને ફાયદો નથી. અમેરિકાની બૅન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર ગોલ્ડની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને બે ટકા કરશે. ગોલ્ડ ઇમ્પોર્ટમાં છૂટ આપ્યા બાદ કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ વધીને GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના બે ટકા સુધી જઈ શકે છે. અગાઉ રેકૉર્ડબ્રેક સપાટી ૪.૭ ટકાએ કરન્ટ ઍકાઉન્ટ ડેફિસિટ પહોંચી એનું પુનરાવર્તન થવાની કોઈ શક્યતા નથી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports