Translate

BSE-NSE Ticker

Friday, July 4, 2014

અમેરિકી જૉબડેટા ધારણાથી સારા આવતાં સોનામાં તેજીનો પલટવાર

ઇરાકની નવી ગવર્નમેન્ટમાં સુન્ની બળવાખોરોને સમાવવાની નવી પ્રપોઝલથી ક્રાઇસિસ હળવી બની : સોનાની આયાતમાં ૮૦:૨૦ સ્કીમને બદલે ક્વૉર્ટર્લી ઇમ્પોર્ટ-લિમિટ રાખવા સૂચન


બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના નૉન-ફાર્મ પ્રાઇવેટ એમ્પ્લૉયમેન્ટ ડેટા ધારણાથી સારા આવતાં સોનામાં તેજીમાં પીછેહઠ જોવા મળી હતી. જૂન મહિનાના નૉન-ફાર્મ પે-રોલ પ્રાઇવેટ એમ્પ્લૉયમેન્ટમાં ૨.૮૧ લાખનો વધારો થયો હતો. આટલો વધારો નવેમ્બર ૨૦૧૨ પછી પ્રથમ વખત નોંધાયો હતો. વળી ઍનલિસ્ટોની ધારણા બે લાખના વધારાની હોવાથી એકદમ બુલિશ ડેટા આવતાં ડૉલર સુધર્યો હતો. વળી ઇરાકમાં હાલની સરકારે સુન્ની બળવાખોરો પર સરકારમાં સામેલ થવા દબાણ વધાર્યું હોવાથી ક્રાઇસિસમાં નવો વળાંક આવ્યો હતો અને બળવાખોરોની નવું ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવાની ચળવળ થોડી નબળી બની હતી. આ બે કારણોને લઈને સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘટ્યા હતા.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગોલ્ડના ભાવ મંગળવારે ૧૩૨૫ ડૉલરથી ૧૩૨૭ ડૉલર વચ્ચે રેન્જબાઉન્ડ રહ્યા બાદ ઓવરનાઇટ થોડા વધ્યા હતા. ગઈ કાલે સવારે ગોલ્ડના ભાવ ૧૩૨૫.૮૦ ડૉલર ખૂલીને દિવસ દરમ્યાન એક તબક્કે વધીને ૧૩૨૭.૭૦ ડૉલર થયા બાદ અમેરિકાના સ્ટ્રૉન્ગ જૉબડેટા આવવાની ધારણાએ સાંજે છેલ્લે ઘટીને ૧૩૨૪.૨૮ ડૉલર થયો હતો. અન્ય પ્રેશ્યસ મેટલમાં ચાંદીનો ભાવ ૨૧.૦૧ ડૉલર ખૂલીને છેલ્લે ૨૧.૦૨ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૫૦૦ ડૉલર ખૂલીને સાંજે છેલ્લે ૧૫૧૪ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૮૪૯ ડૉલર ખૂલીને સાંજે ૮૫૬ ડૉલર રહ્યો હતો.

ETFમાં સતત વધારો

ગોલ્ડના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ)માં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ETF SPDR ટ્રસ્ટમાં ૫.૬૮ ટનનું હોલ્ડિંગ વધ્યા બાદ મંગળવારે સતત બીજા દિવસે ૫.૬૯ ટનનું હોલ્ડિંગ વધ્યું હતું. SPDRનું હોલ્ડિંગ વધીને ૭૯૬.૩૯ ટને પહોંચ્યું હતું જે ૧૬ એપ્રિલ પછીની સૌથી ઊંચી સપાટીએ હતું.

ગોલ્ડમાં ઓવરબૉટ પોઝિશન

ઇરાક ક્રાઇસિસ અને યુક્રેન-રશિયા ટેન્શનને કારણે ગોલ્ડના ભાવ જૂન મહિનામાં ૬.૨ ટકા વધ્યા હતા. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક અને ફ્રેન્ચ મલ્ટિનૅશનલ બૅન્કિંગ ઍન્ડ ફાઇનૅન્શિયલ સર્વિસ કંપની સોસાયટ જનરલ દ્વારા ગોલ્ડના ભાવ ઘટવાના અંદાજ મુકાઈ રહ્યા છે ત્યારે ગોલ્ડ રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ ૭૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે-જ્યારે આ ઇન્ડેક્સ ૭૦ પૉઇન્ટ પર પહોંચે ત્યારે-ત્યારે ગોલ્ડમાં તેજીમાં પીછેહઠ જોવા મળે છે. આથી ઍનલિસ્ટો હવે ગોલ્ડ ઓવરબૉટ પોઝિશનમાં હોવાથી ભાવ ઘટવાની આગાહી કરી રહ્યા છે.

અમેરિકન ઇકૉનૉમીની પ્રગતિ

અમેરિકન ડૉલર છેલ્લા પાંચ દિવસથી કરન્સી બાસ્કેટમાં ઘટી રહ્યો છે છતાં અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી ગોલ્ડના ઇન્વેસ્ટરો સાવચેત બન્યા હોવાથી ગોલ્ડના ભાવ ઊંચા મથાળેથી સતત પાછા ફરી રહ્યા છે. અમેરિકાનો જૂન મહિનાનો પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ જૂનમાં ૫૫.૩ પૉઇન્ટ આવ્યો હતો જે મે મહિનામાં પાંચ મહિનાની ઊંચી સપાટીએ ૫૫.૪ પૉઇન્ટ હતો. ગ્લોબલ ફાઇનૅન્શિયલ ઇન્ફર્મેશન સર્વિસ કંપની માર્કેટના ડેટા અનુસાર જૂનમાં પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ૫૭.૩ પૉઇન્ટ રહ્યો હતો જે મે મહિનામાં ૫૬.૪ પૉઇન્ટ હતો. અમેરિકાનું કારનું સેલ્સ મે મહિનામાં ફેબ્રુઆરી ૨૦૦૭ પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાનો ગોલ્ડમૅન સાક્સ રીટેલ ચેઇન સ્ટોર સેલ્સ ઇન્ડેક્સ છેલ્લા સપ્તાહમાં એક ટકો વધ્યો હતો. આમ ઓવરઑલ તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ ઇકૉનૉમી દેખાડતા હોવાથી ગોલ્ડમાં જિયોપૉલિટિકલ ટેન્શન હળવું થયા બાદ એકસાથે મોટો ઘટાડો આવવાની ધારણા ઍનલિસ્ટો રાખી રહ્યા છે.

પ્લૅટિનમ ૧૫૦૦ ડૉલરને પાર

સાઉથ આફ્રિકાની પ્લૅટિનમની ખાણોના ૭૦ હજાર વર્કરોની પાંચ મહિના ચાલેલી સ્ટ્રાઇકનો અંત આવ્યાના ગણતરીના દિવસોમાં જ ૨.૨૦ લાખ વર્કરોના મેટલ વર્કરોના યુનિયન દ્વારા સ્ટ્રાઇકનું એલાન અપાતાં પ્લૅટિનમના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૫૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયા હતા. પ્લૅટિનમના ભાવ મંગળવારે ઓવરનાઇટ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ ૧૫૧૨.૬૯ ડૉલર થયા હતા. આ ભાવ ૨૦૧૩ની ૪ સપ્ટેમ્બર પછીના સૌથી ઊંચા ભાવ હતા.

ગોલ્ડમાં ક્વૉર્ટર્લી ઇમ્પોર્ટ-લિમિટનો વિકલ્પ

સોનાની આયાત પરનાં નિયંત્રણો દૂર કરવા માટે દેશના ઝવેરીઓ દ્વારા નાણાપ્રધાનને રજૂઆતનો દોર ચાલુ છે ત્યારે ઑલ ઇન્ડિયા જેમ્સ ઍન્ડ જવેલરી ટ્રેડ ફેડરેશને ૮૦:૨૦ સ્કીમને બદલે ક્વૉર્ટર્લી ઇમ્પોર્ટ-લિમિટ મૂકવાનો વિકલ્પ આપ્યો હતો. ગોલ્ડની કુલ ઇમ્પોર્ટમાંથી ૨૦ ટકા જ્વેલરીની ફરજિયાત નિકાસ કરવાના ૮૦:૨૦ રૂલ્સ વિશે જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશને જણાવ્યું હતું કે ‘આ સ્કીમ ટોટલી ફેલ ગઈ છે, સાથે-સાથે આ સ્કીમને કારણે સ્મગલિંગને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. ૮૦:૨૦ સ્કીમમાં અનેક કૉમ્પ્લીકેશન હોવાથી પ્રોસીજરમાં અનેક અડચણો આવી રહી છે. આ રૂલ્સને કારણે કન્સાઇનમેન્ટ ક્લિયર થવામાં વિલંબ થઈ રહ્યો છે અને આ સ્કીમ જરાય વર્કેબલ નથી.’

વળી સોનાની આયાત ડ્યુટી દસ ટકાથી ઘટાડીને બે ટકા કરવામાં આવશે તો હાલ ઇક્વિટી માર્કેટ તેજીમાં ચાલી રહી હોવાથી આયાતમાં મોટો વધારો નહીં થાય અને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટની સમસ્યા પહેલાં જેવી નહીં ઊભી થાય એવું જેમ્સ ઍન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનનું માનવું છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports